Surya Nakshatra Gochar 2026: એપ્રિલ 2026માં સૂર્યનું અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ એક મહત્ત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના તરીકે જોવામાં આવે છે. 2 દિવસ બાદ એટલે કે 14 એપ્રિલના સવારે 09:38 વાગ્યે કેતુના નક્ષત્રમાં સૂર્ય ગોચર કરશે, જેનો પ્રભાવ આગામી 28 એપ્રિલ સુધી રહેશે. સૂર્ય ગોચર અનેક રાશિઓ માટે નવા અવસર અને સકારાત્મક પરિવર્તન લઈને આવશે, જે વ્યક્તિના આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકો માટે આ ગોચર લાભદાયક રહેશે.
મેષ રાશિ
અશ્વિની નક્ષત્રમાં સૂર્યનું ગોચર મેષ રાશિના જાતકો ખબૂ સારો સમય સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોમાં નેતૃત્વ ક્ષમતા મજબૂત બનશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળશે. કરિયરમાં આગળ વધવાનો મોકો મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.
મિથુન રાશિ
મિથુન રાશિ વાળા માટે આ ગોચર આર્થિક રીતે સારો રહેશે. જેમાં લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત બનવાની સંભાવના છે. ધંધો કરનારાઓને ખાસ ફાયદો થઈ શકે છે. સંપર્કોથી લાભ મળવાના સંકેત છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમય ભાગ્યને વધુ મજબૂત કરનારો છે. જેમાં કામકાજમાં વડીલોનો સહયોગ મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. આ સાથે પરિવારની સાથે સારો સમય પસાર થશે અને ધાર્મિક પ્રસંગોમાં સામેલ થવાના યોગ છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ ગોચર લાભકારી સાબિત થશે. ખાસ તો કરિયર અને સરકારી કામમાં સફળતા મળવાની સંકેત છે. આ સાથે આવકમાં વધારો થઈ શકે છે. નવા અવસર મળી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
આ પણ વાંચો: કન્યા, કુંભ અને મેષ સહિત આ 6 રાશિના જાતકોનું નસીબ ચમકશે! એપ્રિલમાં અઢળક ધનલાભના યોગ
આ સમયગાળા દરમિયાન સકારાત્મક ઉર્જા વધારવા માટે કેટલાક સરળ ઉપાયો પણ કરી શકાય છે. દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. તેમજ સૂર્ય મંત્રનો જાપ અને કેતુના પ્રસન્નતા માટે ધાર્મિક વિધિઓ કરવાથી શુભ પરિણામોમાં વધારો થઈ શકે છે.


