Surya Grahan 2026: વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ આવતીકાલે, જાણો શું કરવું-શું નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - ENVATO) |
Surya Grahan 2026: 17 ફેબ્રુઆરીના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. ખગોળશાસ્ત્ર અને જ્યોતિષની દૃષ્ટિએ આ એક મહત્ત્વની ઘટના છે. હિન્દુ પંચાંગ અનુસાર, આ ગ્રહણ કુંભ રાશિમાં લાગશે અને ફાગણ મહિનાની અમાસની તિથિએ બપોરે 3:26 વાગ્યાથી શરુ થઈને સાંજે 07:57 વાગ્યા સુધી ચાલશે. વિજ્ઞાન અનુસાર, જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે, જ્યારે ધાર્મિક માન્યતા મુજબ રાહુ-કેતુ દ્વારા સૂર્યના ગ્રાસને કારણે આ ઘટના બને છે.
ગ્રહણ દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
હિન્દુ ધર્મમાં ગ્રહણના સમયને અશુભ માનવામાં આવે છે, તેથી શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવાયા છે. ગ્રહણ દરમિયાન ભોજન બનાવવું કે જમવું વર્જિત છે, કારણ કે આ સમયે નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ અને સોય, કાતર કે ચપ્પુ જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ, જેની અસર શિશુ પર પડી શકે છે. આ ઉપરાંત, ગ્રહણને ક્યારેય નરી આંખે જોવું જોઈએ નહીં, કારણ કે તેનાથી આંખોને નુકસાન થઈ શકે છે. ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિઓને સ્પર્શ ન કરવો અને મંદિરોના દ્વાર બંધ રાખવા જોઈએ.
આ પણ વાંચો: દુશ્મન શનિની રાશિમાં સૂર્યની એન્ટ્રી, આ રાશિના જાતકોના જીવનમાં એક મહિનો ઉથલપાથલ રહેશે
શું કરવું અને ગ્રહણ પછીની શુદ્ધિ
ગ્રહણની નકારાત્મક અસરોથી બચવા માટે ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીમાં તુલસીના પાન નાખવા જોઈએ. ગ્રહણ દરમિયાન મનમાં ભગવાનનું સ્મરણ કરવું અને મંત્રોનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ આખા ઘરની સાફ-સફાઈ કરી, ગંગાજળ છાંટીને શુદ્ધિ કરવી જોઈએ. ગ્રહણ પછી સ્નાન કરી, તાજું ભોજન બનાવવું અને જરૂરિયાતમંદ લોકોને અન્ન કે વસ્ત્રોનું દાન કરવું પુણ્યશાળી માનવામાં આવે છે.




