Get The App

સૂર્યગ્રહણ પર મંગળ-શનિ બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિના જાતકોએ ઍલર્ટ રહેવું

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
સૂર્યગ્રહણ પર મંગળ-શનિ બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિના જાતકોએ ઍલર્ટ રહેવું 1 - image


Surya Grahan 2025:  વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આવતીકાલે, 21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. સૂર્યગ્રહણ માત્ર જ્યોતિષીય દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ પરંપરાગત ધાર્મિક માન્યતાઓ અનુસાર પણ અશુભ માનવામાં આવે છે, અને લોકોને આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

કેટલાક જ્યોતિષીઓના મતે વર્ષના છેલ્લા સૂર્યગ્રહણને ગ્રહોની દૃષ્ટિએ ખૂબ જ અશુભ માનવામાં આવી રહ્યું છે. કારણ કે આવતીકાલે સૂર્યગ્રહણ પર શનિ-મંગળની અશુભ સ્થિતિથી ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. શનિ હાલમાં મીન રાશિમાં વક્રી સ્થિતિમાં છે અને મંગળ તુલા રાશિમાં બિરાજમાન છે. જેના કારણે શનિ અને મંગળ બંને એક-બીજાથી 150 ડિગ્રીના અંતે બિરાજમાન રહીને ષડાષ્ટક યોગ બનાવશે. તો ચાલો જોઈએ કે જ્યોતિષીઓએ સૂર્યગ્રહણ પર બનવા જઈ રહેલા ષડાષ્ટક યોગથી કઈ રાશિના જાતકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. 

1. વૃષભ રાશિ

સૂર્યગ્રહણના નકારાત્મક પ્રભાવથી વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સાવધાની રાખવાની જરૂર પડશે. ગ્રહણની અસરોથી કાર્યક્ષેત્રમાં અડચણ આવી શકે છે. પૂર્ણ ગણાતા કાર્યોમાં વિલંબ થઈ શકે છે. ધન રોકાણમાં નુકસાન થઈ શકે છે. પારિવારિક જીવનમાં તણાવ પણ વધી શકે છે. આગામી 15 દિવસ સુધી તમારા સ્વાસ્થ્યનું સૌથી વધુ ધ્યાન રાખો.

2. તુલા રાશિ

21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહેલા સૂર્યગ્રહણની અસરથી તુલા રાશિના જાતકોનો આગામી 15 દિવસ સુધી ખર્ચ વધી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. નાણાકીય અસ્થિરતા ઊભી થઈ શકે છે. નોકરી કે બિઝનેસમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. માનસિક તણાવ ખૂબ પરેશાન કરી શકે છે.

આ પણ વાંચો: 2025નું લાસ્ટ સૂર્યગ્રહણ વૃષભ રાશિ માટે અભુશ સાબિત થશે, ખરાબ પરિણામ આવશે

3. મીન રાશિ

સૂર્યગ્રહણના પ્રભાવથી મીન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. કોઈ બાબતને લઈને ડર કે ચિંતા તમને પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્ર પર વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. આ સમય દરમિયાન મોટા નિર્ણયો લેવાનું ટાળો. ધન-સંપત્તિ સાથે સબંધિત મામલે તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Tags :