Astro

17 સપ્ટેમ્બર સુધી 3 રાશિના જાતકોના કપરા દિવસો શરૂ, સૂર્ય દેવ કેતુની છાયામાં ફસાઈ ગયા

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ગ્રહોના રાજા સૂર્યદેવ 17 ઓગસ્ટે સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં ગોચર કરી કેતુના પ્રભાવમાં આવ્યા છે. જ્યોતિષીઓ અનુસાર, સૂર્યદેવ 31 ઓગસ્ટ સુધી મઘા નક્ષત્રમાં અને 17 સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના જાતકોને કારકિર્દી, સ્વાસ્થ્ય અને સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. ઉપાય કરવાથી રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

17 સપ્ટેમ્બર સુધી 3  રાશિના જાતકોના કપરા દિવસો શરૂ, સૂર્ય દેવ કેતુની છાયામાં ફસાઈ ગયા
ફાઈલ તસવીર

Sun Transit in Leo: ગ્રહોના રાજા સૂર્ય કેતુના પ્રભાવમાં આવવાથી નબળા પડ્યા છે. 17 ઓગસ્ટે સૂર્ય દેવે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કર્યું છે. સૂર્યે સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં ગોચર કર્યું છે. જ્યોતિષ ગણતરી મુજબ, સિંહ રાશિમાં પહેલાથી જ કેતુ બિરાજમાન છે અને મઘા નક્ષત્રના સ્વામી પણ કેતુ પોતે જ છે. આવી સ્થિતિમાં જ્યોતિષીઓનું કહેવું છે કે સૂર્ય દેવ કેતુની છાયામાં ફસાઈ ગયા છે અને કેતુનો પ્રભાવ રહેશે ત્યાં સુધી તેઓ ત્રણ રાશિઓને શુભ ફળ આપી શકશે નહીં. તમને જણાવી દઈએ કે સૂર્ય મઘા નક્ષત્રમાંથી 31 ઓગસ્ટે અને સિંહ રાશિમાંથી 17 સપ્ટેમ્બરે બહાર આવશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ માટે સૂર્યનું મઘા નક્ષત્રમાં જવું કારકિર્દી સાથે સંકળાયેલા ક્ષેત્રને અસર કરી શકે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ કે બોસ સાથે દલીલો કરવાનું ટાળવું તમારા માટે વધુ સારું રહેશે. ગુસ્સામાં કે ઉતાવળમાં લીધેલો કોઈ મોટો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. જો નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવાની યોજના હોય, તો પહેલા તેની પૂરી તપાસ કરી લેવી. પૂરતી માહિતી વિના મોટી રકમ લગાવવાથી નાણાં ફસાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેથી આ સમયગાળા દરમિયાન નિર્ણયો લેતી વખતે ધીરજ રાખવી જરૂરી રહેશે. શુભ ફળ મેળવવા માટે દરરોજ સવારે તાંબાના કળશમાં જળ અને ચપટી રોલી ભેળવીને સૂર્ય દેવને અર્પિત કરો.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે સૂર્યની આ સ્થિતિ આઠમા ભાવ સાથે જોડાયેલી દર્શાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન વાહન ચલાવતી વખતે અને મુસાફરી દરમિયાન ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. કોર્ટ-કચેરી કે સરકારી કાગળકામ સંબંધિત બાબતોમાં કોઈ બેદરકારી દાખવવી નહીં. દસ્તાવેજો અને જરૂરી પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું યોગ્ય રહેશે. અચાનક થતા ખર્ચ તમારા બજેટને ખોરવી શકે છે. આ સાથે કોઈને ઉધાર પૈસા આપવાથી બચવું તમારા માટે ફાયદાકારક રહેશે. આ નકારાત્મક અસરોથી બચવા માટે દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો હિતાવહ રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે સૂર્યની આ અસર સાતમા ભાવ એટલે કે ભાગીદારી અને દામ્પત્ય જીવન સંબંધિત બાબતો પર પડી શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ કે અહંકારના કારણે તણાવ વધવાની સ્થિતિ બની શકે છે. બિઝનેસ પાર્ટનરશિપમાં પણ ગેરસમજથી બચવું જરૂરી રહેશે. કોઈ વ્યાપારી નિર્ણય અંગે સ્પષ્ટ વાતચીત કરો. આ દરમિયાન જીવનસાથી કે પોતાના સ્વાસ્થ્ય અંગે પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને પેટ અને હાડકાં સંબંધિત સમસ્યાઓને અવગણવી નહીં. રાહત મેળવવા માટે ઘઉં, ગોળ કે સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ.

નોંધ:આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.