ભાદરવી પૂનમે જ ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી સૂતક પાળવાનું રહેશે; જાણો સમયકાળ
Chandra Grahan 2025: આગામી 7 સપ્ટેમ્બર-રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. ભાદરવા સુદ પૂનમના કુંભ રાશિ તથા શતતારા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થનારું આ ખગ્રાસ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે.
ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે
ખગોળવિદોના મતે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગકોક, જકાર્તા, બર્લિન, મોસ્કો, રોમ, ઢાકા, બુડાપેસ્ટ, સિંગાપોર, મેલબોર્ન, ટોકિયો, બેઇજિંગ, લંડન જેવા અનેક શહેરમાં ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે.
ભારતીય સમય, બ્લડમૂન અને સૂતક કાળ
ભારતીય સમય મુજબ ગ્રહણસ્પર્શ રાત્રે 8 કલાક 58 મિનિટ 21 સેકન્ડના છે. સંપૂર્ણ ગ્રહણકાળ 5 કલાક 27 મિનિટનો રહેશે. આ વખતે ગ્રહણ સમયે ચંદ્ર બ્લડમૂન એટલે કે રક્તવર્ણમાં જોવા મળશે. શાસ્ત્રવિદો પ્રમાણે જ્યારે સૂર્ય અથવા ચંદ્રગ્રહણ આવે છે ત્યારે તે આપણે અવશ્ય પાળવું જોઈએ. ધર્મશાસ્ત્રમાં ગ્રહણના સૂતકને મોટું સૂતક કહેવામાં આવેલું છે.
આ પણ વાંચો: વાંચો તમારું 02 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય
ગ્રહણનો સમયકાળ
ગ્રહણ સ્પર્શ : રાત્રે 8 કલાક 58 મિનિટ 21 સેકન્ડ.
ગ્રહણ સંમીલન: રાત્રે 9 કલાક 57 મિનિટ, 41 સેકન્ડ.
ગ્રહણ મધ્ય : રાત્રે 11 કલાક 41 મિનિટ 43 સેકન્ડ.
ગ્રહણ ઉન્મિલન: રાત્રે 1 કલાક 26 મિનિટ 47 સેકન્ડ.
ગ્રહણ મોક્ષ : રાત્રે 2 કલાક 25 મિનિટ.
સંપૂર્ણ ગ્રહણ કાળ : 5 કલાક 27 મિનિટ.