Surya Mangal Yuti 2025: આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબર સોમવારના રોજ મનાવવામાં આવશે. હિન્દુ પંચાંગ પ્રમાણે દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ દિવાળી ઉજવવામાં આવે છે. જ્યોતિષીઓ પ્રમાણે કરે છે કે, દિવાળી પહેલા સૂર્ય ગોચર કરશે. જેથી શુભ આદિત્ય મંગલ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. 17 ઓક્ટોબરના રોજ સૂર્ય કન્યા રાશિથી તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ મંગળ ગ્રહ બિરાજમાન છે. જેનાથી સૂર્ય-મંગળ યુતિ બનશે.
આ પણ વાંચો: બે દિવસ બાદ શક્તિશાળી કામ ત્રિકોણ રાજયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
માહિતી પ્રમાણે વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહો છે, અને જ્યારે પણ બંને ગ્રહો યુતિમાં થાય છે, ત્યારે તેની દરેક વ્યક્તિ પર સકારાત્મક અસર જોવા મળે છે. જ્યોતિષીઓના મતે સૂર્ય અને મંગળનો યુતિ અનેક રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તો, ચાલો જાણીએ કે આ રાશિઓ કઈ છે.
1. વૃષભ રાશિ
આ યુતિ વૃષભ માટે ખૂબ જ શુભ સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે કરિયરની નવી તકો ઉભરી આવશે. વ્યાપારીઓ માટે મોટા સોદા થવાની સંભાવના છે. તેમજ પરિવાર માટે પણ કેટલાક સારા સમાચાર મળી શકે છે, જેથી ઘરમાં આનંદનું વાતાવરણ બની રહેશે.
2. મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો પર આ યુતિની સીધી અસર જોવા મળશે. નોકરી કરતાં લોકોને તેમના ઉપરી અધિકારીઓનો ટેકો મળશે. વ્યવસાયમાં નવા રોકાણોથી સારો નફો થશે. સામાજિક અને પારિવારિક જીવનમાં તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
3. કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ સમય દરમિયાન તેમનું નસીબ ચમકતું જોવા મળી શકે છે. કરિયરમાં પ્રગતિ ઝડપી થાય. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. અટકેલા નાણા પરત મળવાની શક્યતા છે. કૌટુંબિક સંબંધોમાં પણ મધુરતા જોવા મળે. તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.
આ પણ વાંચો: Navratri 2025: દુર્ગા અષ્ટમીએ ભૂલથી પણ ના કરશો આ કામ, જાણી લો વ્રત ખોલવાની રીત
4. તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ યુતિ આર્થિક રીતે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં નવી જવાબદારીઓ મળશે. પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા છે. વ્યવસાયમાં નવી ભાગીદારી અથવા પ્રોજેક્ટ શરૂ કરવાનો પણ આ યોગ્ય સમય છે.


