3 દિવસ બાદ ગ્રહોના રાજા સૂર્ય રચી રહ્યા છે અદ્ભુત યોગ, આ ત્રણ રાશિઓનું બદલાઈ શકે છે ભાગ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surya Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે, જેની અસર 12 રાશિઓના જીવનમાં કોઈના કોઈ પ્રકારે જોવા મળે છે. સૂર્યની સ્થિતિના ફેરફારની અસર 12 રાશિઓની સાથે સાથે દેશ દુનિયામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, સૂર્ય હાલમાં મિથુન રાશિમાં બિરાજમાન છે. જ્યાં તે બુધ અને ગુરુની સાથે યુતિ કરીને ગુરુ આદિત્ય, બુધાદિત્ય યોગ સાથે સાથે ત્રિગ્રહી યોગનું નિર્માણ કરે છે. તો 20 જૂનના રોજ સૂર્ય અરુણ સાથે દ્વિદ્વાદશ યોગનું નિર્માણ કરશે. જેના કારણે કેટલીક રાશિઓના જાતકોને લાભ મળી શકે છે. અરુણ ગ્રહ હાલમાં વૃષભ રાશિમાં બિરાજમાન છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધાર પર કરવામાં છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે સૂર્ય અરુણનો દ્વિદ્વાદશ યોગ ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને કરિયરમાં મોટો લાભ થઈ શકે છે. આ સાથે નવી નોકરીની તક મળી શકે છે. સૂર્યના કારણે વિદેશ યાત્રાનો વિશેષ યોગ બની રહ્યો છે. કોર્ટ કચેરી બાબતોમાં પણ તમને સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો સફળ થઈ શકે છે. જીવનમાં ખુશીઓ આવી શકે છે. પરંતુ સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવાની જરુર છે.
સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે સૂર્ય-અરુણનો દ્વિદ્વાદશ યોગ ખૂબ અનુકૂળ થઈ શકે છે. આ રાશિના અગિયારમાં ભાવમાં સૂર્ય હોવાથી જાતકોને ધનના અનેક નવા માર્ગો ખૂલી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે. લવ લાઇફ સારી થશે અને દરેક પ્રકારની ગેરસમજ દૂર થઈ શકે છે. તમને પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળી શકે છે. આ સાથે જો આપણે કામ વિશે વાત કરીએ તો તમને સારું પ્રમોશન મળી શકે છે.
આ પણ વાંચો: મિથુન-કન્યા સહિત આ 4 રાશિના જાતકો 138 દિવસ ખાસ સાચવજો! શનિની વક્રી ચાલ કરાવશે મોટો ખર્ચ
કન્યા રાશિ
આ રાશિના લોકો માટે સૂર્ય-અરુણનું દ્વિદ્વાશક યોગ નસીબદાર સાબિત થઈ શકે છે. આ રાશિના ભાગ્ય ભાવમાં અરુણ અને સૂર્ય દશમ ભાવમાં છે એટલે જાતકોને ધાર્મિક કાર્યોમાં રુચિ વધી શકે છે. આ સાથે કાર્યક્ષેત્રમાં ભાગ્યનો પૂરો સાથ મળી રહેશે, જેથી તમારી પ્રગતિમાં વધારો થાય. વિદ્યાર્થી વર્ગ માટે ઉચ્ચ શિક્ષણના સ્વપ્ન સાકાર થઈ શકે છે. કોઈ અધૂરા પડેલા કાર્યો સફળ થઈ શકે છે. જોકે, માતા પિતાના આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે, જેથી તેમનો વધુ ખ્યાલ રાખવાની જરુર છે.








