હૃદય ચક્રને સંતુલિત કરીને આત્મ જાગૃતિ દ્વારા આત્મહત્યાના વિચારો જેવા નકારાત્મક ભાવોથી મેળવો મુક્તિ
- પ્રેમ આપવો તથા અનુકંપા, આવેગ-જુસ્સા અને પ્રતિબદ્ધતા સાથેનો પ્રેમ મેળવવો એ હૃદય ચક્રની મૂળભૂત જરૂરિયાત છે
અમદાવાદ, તા. 06 મે 2022, શુક્રવાર
હૃદય કેન્દ્ર કે હૃદય ચક્ર એ 114 ચક્રો કે ઉર્જા કેન્દ્ર પૈકીના સૌથી વધુ મહત્વ ધરાવતા 7 ચક્રનું મધ્યવર્તી ચક્ર છે જેની ઉપર અને નીચે 3-3 ચક્રો આવેલા છે. અનાહત ચક્ર કે હૃદય ચક્ર પોતાની ઉપરના અને નીચેના ચક્રોનું સંચાલન કે સંતુલન કરવાનું કાર્ય કરે છે. નીચલા ચક્રોએ મહત્વપૂર્ણ અનુભવોનું ઘડતર કરે છે જ્યારે ઉપલા ચક્રો ક્રિયામૂલક શિક્ષણ આપે છે જે આપણને અંતિમ ક્રિયા તરફ દોરી જાય છે.
પ્રેમ, હૂંફ અને સમૃદ્ધિના વિચારોને અનુરૂપ લીલા અને ગુલાબી રંગો આપણાં હૃદય ચક્ર સાથે સંકળાયેલા છે. લાગણીનો અનુભવ કરવો એ આપણાં હૃદય કેન્દ્રનું કાર્ય છે. તમામ પ્રકારની લાગણીઓ, પછી ભલે તે સારી હોય કે ખરાબ તેનો હૃદય દ્વારા અનુભવ કરવામાં આવે છે અને તેને અનુરૂપ આવેગો મગજ સુધી પહોંચ્યા પહોંચ્યા બાદ સમગ્ર શરીરમાં ફેલાશે. હૃદય ચક્ર આપણાં હૃદય અને ફેફસાને નિયંત્રિત કરે છે. હૃદય આપણાં મગજ અને ભૌતિક શરીરના જોડાણનું કાર્ય કરે છે. જો તમારૂં હૃદય કોઈ લાગણીનો સ્વીકાર કરે છે તો તમારૂં સમગ્ર શરીર પણ તેનો અનુભવ કરશે.
સ્પર્શની અનુભૂતી અને વાયુ તત્વ દ્વારા અનાહત ચક્ર ઉર્જાવાન બને છે. આ ઉપરાંત અનાહત ચક્ર (હૃદય ચક્ર) આપણાં શરીરની પુરૂષવાચી શક્તિ અને સ્ત્રૈણ ઉર્જાને પણ સંતુલિત કરે છે. તે આપણાં શરીરના રોગપ્રતિકારક તંત્ર, લસિકા તંત્ર, રૂધિરાભિસરણ તંત્ર અને શ્વસન તંત્રની સંભાળ રાખે છે. ઉપરાંત હૃદય કેન્દ્ર આપણાં હાથ, ખભા, પાંસળી, સ્તનો અને ઉદરપટલની પણ સંભાળ રાખે છે.
પ્રેમ આપવો તથા અનુકંપા, આવેગ-જુસ્સા અને પ્રતિબદ્ધતા સાથેનો પ્રેમ મેળવવો એ હૃદય ચક્રની મૂળભૂત જરૂરિયાત છે.
ચક્ર વધારે પડતું સક્રિય હોય તો નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ
- ઈર્ષ્યા
- બીજા પર દોષારોપણ કરવાની આદત
- પોતાના તરફથી શક્ય તેટલું વધારે પડતું આપવાની લાગણી
- લોકોને ખુશ રાખવાની લાગણી અનુભવાય
ચક્રમાં ઉર્જાની ઉણપ હોય ત્યારે નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ
- કોઈ તમને પ્રેમ નથી કરતું એવી લાગણી અનુભવાય
- પોતાની જાત પર જ દયા આવે
- અસ્વીકારનો ડર અનુભવાય
- અડગતા
- અનિશ્ચિતતા
- થાકનો અનુભવ લાગે
- અતડાપણું લાગે, કોઈને મળવું ન ગમે
ચક્રની ઉર્જા સંતુલિત હોય ત્યારે નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ
- લાગણીશીલતા જોવા મળે
- સારા વાઈબ્સ-કંપનો અનુભવાય
- તમારો વ્યવહાર મૈત્રીપૂર્ણ બને
- તમે સંતુલિત બનો
- તમે જૂના આઘાતો, પીડામાંથી બહાર આવો
- સમભાવ, સ્થિતપ્રજ્ઞતાની લાગણી અનુભવાય
હૃદય ચક્રમાં અસંતુલનના કારણે નીચે મુજબની સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થાય છેઃ
- હૃદયસંબંધી સમસ્યાઓ (હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક, બ્લોકેજ)
- શ્વસનસંબંધી સમસ્યાઓ (અસ્થમા, બ્રોન્કાઈટિસ-શ્વસનનળીમાં સોજો, ન્યૂમોનિયા)
- છાતી અને સ્તન સંબંધી સમસ્યાઓ
- કમરના ઉપલા હિસ્સામાં દુખાવો અનુભવાય
- હાથ અને ખભા સાથે સંકંળાયેલી સમસ્યાઓ અનુભવાય
- રોગપ્રતિકારક શક્તિ નબળી બને
ઉદાસી, ગમગીનીના કારણે તમારૂં અનાહત ચક્ર અવરોધિત બને છે. નીચે દર્શાવેલા પ્રયોગો અજમાવીને તમે તમારા હૃદય ચક્રને ફરી સ્વસ્થ અને ઉર્જાવાન બનાવી શકો છોઃ
હીલિંગ પ્રેક્ટિસ (Healing Practice):
- ક્ષમાનો ભાવ કેળવો
- કૃતજ્ઞ બનો
- તમારી જાતને પ્રેમ કરો
- તમારી જાતને અને અન્યને સ્વીકારવાની લાગણીનો અભ્યાસ કેળવો
- સામાયિક કરો, તમારી રોજનીશી લખો
બ્રિથિંગ પ્રેક્ટિસ (Breathing Practice):
વૈકલ્પિક નસકોરા દ્વારા શ્વાસનો અભ્યાસ કરો (અનુલોમ-વિલોમ પ્રાણાયામ)
ભોજન (Food):
આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો
એસેન્શિયલ ઓઈલ્સ (Essential oils):
- લેમન ઓઈલ
- રોઝમેરી ઓઈલ
- ગેરેનિયમ ઓઈલ, આસમાની રંગના ફૂલનો અર્ક (Geranium)
ઔષધિઓ (Herbs):
- સેજ લીફ (Sage leaf)
- પાઈન (Pine)
- આલ્ફા આલ્ફા (Alf alfa)
- હિસપ (Hyssop)
સ્ફટિકો (Crystals):
- રોઝ ક્વાર્ટ્ઝ (Rose quartz)
- એમરલ્ડ (Emerald)
- ગ્રીન ફ્લોરાઈટ (Green fluorite)
- માલાકાઈટ (Malachite)
- મોસ એગેટ (Moss agate)
અભિકથન (Affirmations):
- મેં મારી જાતને માફ કરી દીધી છે.
- હું બિનશરતી પ્રેમ માટે મુક્ત છું.
- હું મારી જાતને બિનશરતી પ્રેમ કરૂં છું અને સ્વીકારૂં છું.
- હું જે પણ કરૂં છું તે હૃદયપૂર્વક કરૂં છું.
- હું તમામ જીવ સાથે જોડાયેલો/જોડાયેલી છું.
આત્મહત્યાના મોટા ભાગના કેસ હૃદય કેન્દ્રમાં ઉર્જાની ઉણપના કારણે ઉદ્ભવતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં પ્રેમનો અભાવ અનુભવે છે ત્યારે તે પોતાની જાતને બાકીની દુનિયાથી અળગી કરવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતમાં આ પ્રકારનું એકલાપણું કે આઈસોલેશન એ વ્યક્તિની પસંદગી હોય છે પરંતુ બાદમાં તે એકલતાની લાગણીમાં પરિણમે છે અને વ્યક્તિને કોઈ પોતાનું નથી, હું ખૂબ એકલો/એકલી છું એવી લાગણી થાય છે. એકલતાની આ તીવ્ર લાગણી જ વ્યક્તિને આત્મહત્યાના વિચારો તરફ દોરી જાય છે . ત્યાર બાદ આત્મ જાગૃતિનો અભાવ વ્યક્તિને આત્મહત્યા તરફ દોરી જાય છે.
અન્ય કોઈને પ્રેમ કરવો કે અન્ય કોઈ તરફથી પ્રેમ મેળવવો એ બીજા નંબરની વાત છે પરંતુ સ્વયંને પ્રેમ કરતાં શીખવું અથવા તો પોતાની જાતને પ્રેમ કરવો તે નિર્ણાયકરૂપે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.
જો તમે એક સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવા ઈચ્છતા હોવ તો તમારી જાતને પ્રેમ કરતા શીખો. આ ઉપરાંત તમે કુંડલિની શક્તિ અને ચક્ર અંગે અભ્યાસ કરીને પણ વધુ સમજણ કેળવી શકો છો.
- મિતાલી કુનાલ પટેલ, હોલિસ્ટિક હીલર
Instagram: @healer_mitali
આગળનો લેખ વાંચવા ક્લિક કરોઃ
જાણો શક્તિશાળી અને પ્રખ્યાત બનવા માટે તમારા સૂર્ય નાડી ચક્રને કઈ રીતે સ્વસ્થ બનાવી શકાય