Get The App

સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ ઘરની શુદ્ધિ કેવી રીતે કરશો? નકારાત્મક પ્રભાવ દૂર કરશે શાસ્ત્રોક્ત ઉપાયો

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ ઘરની શુદ્ધિ કેવી રીતે કરશો? નકારાત્મક પ્રભાવ દૂર કરશે શાસ્ત્રોક્ત ઉપાયો 1 - image


Surya Grahan 2026: વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પણ ધાર્મિક માન્યતા મુજબ ગ્રહણના સમયગાળાને અશુભ માનવામાં આવે છે અને આ દરમિયાન સૂતક લાગતું હોવાથી પૂજા-પાઠ કે અન્ય શુભ કાર્યો પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી જાય છે. આગામી 17 ફેબ્રુઆરીએ થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, જેના કારણે તેનો પ્રભાવ ભારતમાં જોવા મળશે નહીં. તેમ છતાં પણ શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે, જ્યાં ગ્રહણ દેખાતું હોય અથવા ગ્રહણની અસર હોય ત્યાં આર્થિક અને માનસિક શાંતિ માટે ઘરની શુદ્ધિ કરવી અત્યંત આવશ્યક છે. ત્યારે જાણો ગ્રહણના નકારાત્મક પ્રભાવને દૂર કરવાના ઉપાય.

ગંગાજળનો છંટકાવ અને વાસ્તુ દોષનું નિવારણ 

સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ સૌથી પહેલા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ગંગાજળને સૌથી પવિત્ર માનવામાં આવે છે, જે નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે. જો તમે ગંગાજળમાં થોડું કપૂર ભેળવીને તેનો છંટકાવ કરો છો, તો તેની અસર બમણી થઈ જાય છે. આ ઉપાયથી ઘરનો વાસ્તુ દોષ તો દૂર થાય જ છે, સાથે જ ગ્રહણની અશુભ અસરો પણ નાશ પામે છે.

નેગેટિવ એનર્જી દૂર કરવા મીઠાવાળું પોતું

ઘરની આંતરિક સફાઈ માટે ગ્રહણ પછી પાણીમાં લીંબુ અને દરિયાઈ મીઠું નાખીને આખા ઘરમાં પોતું કરવું જોઈએ. આ એક સરળ ઉપાય છે જેનાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ બહાર નીકળી જાય છે. સફાઈ બાદ ઘરના વાતાવરણને સુગંધિત અને શાંત બનાવવા માટે અલગ-અલગ જગ્યાએ અગરબત્તી કે ધૂપ કરવો જોઈએ.

દેવતાઓને સ્નાન અને મંદિરની સફાઈ 

ગ્રહણકાળ બાદ પૂજાઘરની શુદ્ધિ સૌથી મહત્વની છે. ભગવાનની મૂર્તિઓને ગંગાજળથી સ્નાન કરાવો. મંદિરના જૂના વસ્ત્રો બદલીને નવા અથવા સ્વચ્છ વસ્ત્રો પહેરાવો. આખી પૂજા વિધિ પતાવ્યા બાદ દીવો અને કપૂરથી આરતી જરૂર કરવી, જેથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય.

આ પણ વાંચો: 17 ફેબ્રુઆરીએ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકો માટે સમય 'ભારે'! જાણો બચવાના ઉપાય

દાન-પુણ્યનું મહત્વ અનેરું મહત્વ

શાસ્ત્રોમાં ગ્રહણ પછી દાન કરવાનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. ગ્રહણના દોષોમાંથી મુક્તિ મેળવવા માટે તમારી શક્તિ મુજબ અનાજ, કાળા તલ કે વસ્ત્રોનું દાન કરવું જોઈએ. માનવામાં આવે છે કે ગ્રહણ પછી કરવામાં આવેલું દાન અનેક પાપોનો નાશ કરી પુણ્ય આપે છે અને ગ્રહણના પ્રભાવને મહદઅંશે શાંત પાડે છે.