Solar Eclipse 17 February 2026: આગામી 17 ફેબ્રુઆરીએ આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગશે. ભારતીય સમય અનુસાર બપોરે 03.26થી સાંજે 07.57 સુધી ગ્રહણ રહેશે. કુંભ રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં આ ગ્રહણ લાગવાનું છે.
જોકે ખાસ નોંધનીય છે કે આ ગ્રહણ ભારતમાં ક્યાંય જોવા નહીં મળે. જેથી ભારતમાં સૂતક પણ લાગુ નહીં થાય.
રાશિ અનુસાર જાણો સૂર્યગ્રહણની કઈ રાશિ પર શું અસર થશે?
મેષ:
તમારા અટવાયેલા કામ પૂરાં થશે, કરિયરમાં સફળતા મળશે.
વૃષભ:
તમારા કરિયરમાં પરિવર્તન અને સફળતાના યોગ બનશે.
મિથુન:
આર્થિક અને પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરશે, વાહન સાચવીને ચલાવવું
કર્ક
આરોગ્યની ખાસ કાળજી રાખવી, મહત્ત્વપૂર્ણ કામમાં વિઘ્ન આવે તેવી શક્યતા
સિંહ
કરિયર અને પરિવારમાં કોઈ સમસ્યા આવી શકે છે
કન્યા
અટવાયેલા કામ ફરી શરૂ થશે, આરોગ્યમાં સુધારો આવશે
તુલા
આરોગ્યની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, પરિવારમાં પણ સંકટની શક્યતા
વૃશ્ચિક
કરિયરમાં કોઈ બેદરકારી ન રાખશો, આરોગ્યની પણ કાળજી રાખવી
ધન
આરોગ્ય અને માનસિક સ્થિતિમાં સુધારો થશે, નવા કાર્ય અથવા કરિયરની શરૂઆ થશે
મકર
કરિયરમાં સમસ્યા આવી શકે છે, સ્થાન પરિવર્તનના પણ યોગ
કુંભ
આ રાશિના જાતકોએ પણ આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા
મીન
વૈવાહિક જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, વાદ વિવાદથી દૂર રહેવા પ્રયાસ કરવો
સૂર્યગ્રહણના અશુભ પરિણામોથી બચવા ગ્રહણકાળ દરમિયાન આ ઉપાયો કરવા
- સૂર્યદેવ અથવા શિવજીના મંત્રનો જપ કરવો, ગુરુ મંત્રનો પણ જપ કરી શકાય
- વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો
- સૂર્યસંબંધી વસ્તુઓનું દાન કરવું


