5 ઉપાય કરશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે! આર્થિક તંગી દૂર થતાં વેપાર પણ વધશે

Maa Lakshmi Blessing Upay: શાસ્ત્રો પ્રમાણે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માત્ર આર્થિક સંકટ અને ગરીબી દૂર નથી થતી , પરંતુ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવ્યા છે. તેમના આશીર્વાદ જીવનમાં કાયમી સુખ, સફળતા અને સૌભાગ્ય લઈને આવે છે. એવું કહેવાય છે કે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જા, આર્થિક સ્થિરતા અને પારિવારિક સૌહાર્દ વધે છે. તેથી માતા લક્ષ્મીની રોજ પૂજા કરવી, ઘરમાં સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, માતા લક્ષ્મીને સુગંધ, પ્રકાશ અને હરિયાળી ખૂબ જ પ્રિય છે. સ્વચ્છ વાતાવરણ, સુશોભિત મુખ્ય પ્રવેશદ્વાર અને શુભ છોડની હાજરીથી ઘરમાં દેવીનું આગમન થાય છે. ખાસ કરીને શુક્રવાર અને પૂર્ણિમાના દિવસોમાં માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધનવૃદ્ધિ, સૌભાગ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આજે અમે તમને કેટલાક સરળ અને અસરકારક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો.
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે જો શ્રદ્ધા અને નિયમથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન-સંપત્તિ વધે છે અને ઘરમાં ખુશીઓનું આગમન થાય છે તથા સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
કમળના બીજની માળાથી જાપ કરો
દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અને કમળના બીજ ખૂબ જ પ્રિય છે. શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ સફેદ કે ગુલાબી કપડાં પહેરો અને ઉત્તર દિશા તરફ મુખ કરીને 'ॐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. આ જાપ કરવા માટે કમળના બીજની માળાનો ઉપયોગ કરો. આમ કરવાથી નાણાકીય અવરોધો દૂર થાય છે અને ઘરમાં આર્થિક સ્થિરતા આવે છે.
લક્ષ્મી-નારાયણની એકસાથે પૂજા કરો
પૌરાણિ માન્યતા પ્રમાણે માતા લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. તેથી શુક્રવારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની એકસાથે પૂજા કરો. સુગંધિત ફૂલ, દીપ, ધૂપ અને નૈવેદ્ય (ભોગ) અર્પણ કરો અને 'શ્રીસૂક્ત'નો પાઠ કરો. આ ઉપાય ઘરમાં સૌભાગ્ય, પ્રેમ અને સમૃદ્ધિ જાળવી રાખે છે અને લગ્ન જીવનમાં પણ સંતુલન અને શાંતિ લાવે છે.
મુખ્ય દ્વાર પર શંખ અને સ્વસ્તિક રાખો
માતા લક્ષ્મીને સ્વચ્છતા અને પવિત્રતા ખૂબ પ્રિય છે. શુક્રવારે તમારા ઘરના મુખ્ય દ્વારને ગંગાજળથી ધોઈ લો અને લાલ રંગથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. દ્વાર પર સફેદ શંખ મૂકો. આ ઉપાય વાસ્તુ દોષને દૂર કરે છે અને માતા લક્ષ્મી માટે ઘરમાં પ્રવેશવાનો દ્વાર ખોલે છે. આવા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.
કન્યાઓને ભોજન કરાવો
હિન્દુ પરંપરામાં કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી શુક્રવારે બે કે તેથી વધુ છોકરીઓને તમારા ઘરે આમંત્રિત કરીને તેમને ખીર, હલવો અથવા પીળા રંગની મીઠાઈ ખવડાવો. ભોજન બાદ તેમને તમારી ક્ષમતા અનુસાર દક્ષિણા અને વસ્ત્ર ભેટ કરો. તેનાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સૌભાગ્યનો વાસ થાય છે.

