Shukra Rahu Apar Dhan Yog 2026: વૈદિક જ્યોતિષ પ્રમાણે ફેબ્રુઆરીનો મહિનો ગ્રહોની ચાલના કારણે ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન એક તરફ જ્યાં મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં રહીને રુચક રાજયોગ બનાવી રહ્યો છે, તો બીજી તરફ શુક્ર ગ્રહની સ્થિતિમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. શુક્રને જ્યોતિષમાં ધન, એશ્વર્ય, સુખ-સુવિધા, પ્રેમ અને આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે, તેથી જ્યારે પણ શુક્રની ચાલ બદલાઈ છે, ત્યારે તેની અસર સીધી વ્યક્તિના આર્થિક જીવન પર પડે છે.
દ્રિક પંચાગ પ્રમાણે ફેબ્રુઆરીની શરૂઆતમાં 6 ફેબ્રુઆરી 2026ના રોજ શુક્ર મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. આવી સ્થિતિમાં શુક્ર અને રાહુની યુતિથી એક શક્તિશાળી અપાર ધન યોગનું નિર્માણ થશે. આ યોગ તમામ રાશિઓને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરશે, પરંતુ 3 રાશિઓ માટે આ સમય વિશેષ રૂપે ભાગ્યશાળી સાબિત થશે. જ્યોતિષ ગણતરી પ્રમાણે શુક્ર 6 ફેબ્રુઆરીએ સવારે 1:15 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને અહી રાહુ સાથે તેની યુતિ 2 માર્ચ, 2026 સુધી બની રહેશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શુક્ર અને રાહુની યુતિથી બનવા જઈ રહેલો અપાર ધન યોગ અનેક રીતે લાભ આપનારો સાબિત થશે. આ યોગનો પ્રભાવ આવક અને લાભના ભાવ પર પડશે, જેનાથી કમાણીની નવી તકો મળી શકે છે. હાલમાં શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ આ યોગ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે. બિઝનેસ સાથે સબંધિત જાતકોને નફો મળી શકે છે. નોકરી કરતા જાતકોને સીનિયર્સનો સહયોગ મળશે. શિક્ષણ, બેંકિંગ, મેનેજમેન્ટ અને વકીલાત જેવા ક્ષેત્રો સાથેમાં સંકળાયેલા લોકોને પણ સફળતા મળી શકે છે. પરિવાર અને વરિષ્ઠ લોકોનો સાથ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ યોગ શુભ પરિણામ આપનારો માનવામાં આવી રહ્યો છે. તેની અસર સુખ અને સંપત્તિ સંબંધિત મામલે પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. રિયલ એસ્ટેટ, શેર માર્કેટ અથવા કોઈ મોટા રોકાણમાંથી લાભ મળવાની શક્યતા છે. તમારા નોકરી અને બિઝનેસમાં પ્રગતિનો સંકેત છે. જે લોકો નવો બિઝનેસ અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માગે છે, તેમના માટે આ સમય અનૂકુળ છે. આ સમય દરમિયાન તમે તમારા વિરોધીઓ પર પણ ભારે પડી શકો છો. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારને, મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ રહી શકે છે. આ રાશિમાં શુક્ર અને રાહુની યુતિ તમારા લગ્ન ભાવમાં બની રહી છે, જેના કારણે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાનો સંકેત છે. અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. તમારી આર્થિક સ્થિતિ ઝડપથી મજબૂત થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ વધશે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. પૂર્વજોની મિલકતમાંથી લાભના યોગ પણ બની રહ્યા છે. આ સમય દરમિયાન તમારા વિચારો વધુ સર્જનાત્મક રહેશે, જેનાથી નવા આઈડિયા આવશે. વ્યવસાયમાં નવા પ્રયોગો તમને આગળ ધપાવી શકે છે અને સફળતાના નવા રસ્તા ખુલી શકે છે.


