Astro

મિથુન-કન્યા સહિત આ 4 રાશિના જાતકો 138 દિવસ ખાસ સાચવજો! શનિની વક્રી ચાલ કરાવશે મોટો ખર્ચ

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
13 જુલાઈથી 28 નવેમ્બર સુધી શનિ મીન રાશિમાં વક્રી ચાલ ચાલશે, જેને જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શનિની વક્રી મીન રાશિમાં લગભગ 138 દિવસ માટે હશે અને ત્યારબાદ ઉદય થઈ જશે. વૈદિક જ્યોતિષમાં શનિને ન્યાયપ્રિય દેવતા માનવામાં આવે છે, જે સારા સાથે સારું અને ખરાબ સાથે ખરાબ કરે છે. બીજી તરફ શનિની આ વક્રી ચાલની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર પડશે અને કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિથુન-કન્યા સહિત આ 4 રાશિના જાતકો 138 દિવસ ખાસ સાચવજો! શનિની વક્રી ચાલ કરાવશે મોટો ખર્ચ

Shani Vakri 2025: 13 જુલાઈથી 28 નવેમ્બર સુધી શનિ મીન રાશિમાં વક્રી ચાલ ચાલશે, જેને જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શનિની વક્રી મીન રાશિમાં લગભગ 138 દિવસ માટે હશે અને ત્યારબાદ ઉદય થઈ જશે. વૈદિક જ્યોતિષમાં શનિને ન્યાયપ્રિય દેવતા માનવામાં આવે છે, જે સારા સાથે સારું અને ખરાબ સાથે ખરાબ કરે છે. બીજી તરફ શનિની આ વક્રી ચાલની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર પડશે અને કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડશે.

મેષ રાશિ

શનિની વક્રી સ્થિતિથી મેષ રાશિના જાતકોએ ખર્ચ પર નિયંત્રણ રાખવું. રોકાણ સંબંધિત કાર્યો ન કરવા. કોઈની સાથે લડાઈ-ઝઘડો ન કરવો, તેનાથી જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. માનસિક તણાવના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મહત્ત્વપૂર્ણ કામોમાં વિલંબ થઈ શકે છે. કાર્યસ્થળના દુશ્મનો તમારા પર હાવી થઈ શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આર્થિક જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તમારા દુશ્મનો તમને વિવાદોથી ઘેરી શકે છે. દાંપત્ય જીવનમાં તણાવ વધી શકે છે. 

આ પણ વાંચો: એક વર્ષમાં ભારતે 8, ચીને 100 પરમાણુ બોમ્બ બનાવ્યા, જાણો ટોચ પર કયો દેશ

વૃશ્ચિક રાશિ

શનિના પ્રભાવથી વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં પડકારો અને સંઘર્ષ વધી શકે છે. કરિયરમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત અને ધૈર્યની આવશ્યકતા પડશે. દાંપત્ય જીવનમાં પણ શનિના કારણે તણાવ આવી શકે છે. 

ધન રાશિ

શનિની વક્રી ચાલથી ધન રાશિના જાતકોના જીવનમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે, તેથી ધૈર્ય અને સમજદારીથી કામ લેવું જરૂરી છે. જીવનમાં સ્થિરતા જાળવી રાખો. આ સાથે જ સંતુલન જાળવી રાખવું પણ ખૂબ જરૂરી છે.