Astro

આવતીકાલે શુક્ર-શનિ મળીને બનાવશે કેન્દ્ર યોગ, આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે

By GS TEAM
31 Jul 20251 min read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, જે જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ દેવ જ્યારે પણ પોતાની ચાલમાં પરિવર્તન કરે છે, ત્યારે તે ખૂબ જ મહત્ત્તવપૂર્ણ ઘટના કહેવાય છે અને તેની અસર માનવ જીવન પર પડે છે. પંચાગ પ્રમાણે 1 ઓગષ્ટના રોજ શનિ અને શુક્ર એક બીજાથી 90 ડિગ્રી પર આવી જશે અને બંને ગ્રહોની આ સ્થિતિથી કેન્દ્ર યોગ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલે શુક્ર-શનિ મળીને બનાવશે કેન્દ્ર યોગ, આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે

Shani Shukra Yuti 2025: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, જે જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ દેવ જ્યારે પણ પોતાની ચાલમાં પરિવર્તન કરે છે, ત્યારે તે ખૂબ જ મહત્ત્તવપૂર્ણ ઘટના કહેવાય છે અને તેની અસર માનવ જીવન પર પડે છે. પંચાગ પ્રમાણે 1 ઓગષ્ટના રોજ શનિ અને શુક્ર એક બીજાથી 90 ડિગ્રી પર આવી જશે અને બંને ગ્રહોની આ સ્થિતિથી કેન્દ્ર યોગ બનશે. 

શુક્રને સુખ-સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે અને જ્યારે પણ શનિ-શુક્ર એક સાથે આવે છે ત્યારે જાતકોને સકારાત્મકતા જ પ્રાપ્ત થાય છે. જ્યોતિષિઓના મતે શનિ-શુક્રની બદલતી સ્થિતિથી ઘણી રાશિઓને લાભ થશે. તો ચાલો જાણીએ આ રાશિ વિશે. 

મેષ રાશિ

આ રાશિના જાતકોને તેમના વ્યાવસાયિક જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે, જેમાં પ્રમોશન અથવા નવી નોકરીની તક મળશે. કારકિર્દીમાં નવી ઊંચાઈઓ અને સકારાત્મક પરિવર્તન આવવાની સંભાવના છે. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોના વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ થશે. વ્યવસાયમાં પ્રગતિ સાથે નફો વધશે. લગ્નજીવનમાં શાંતિ અને ખુશી આવશે. સંતાનોની સફળતાથી મન પ્રસન્ન રહેશે.

આ પણ વાંચો: UNSCમાં એકલું પડ્યું પાકિસ્તાન: TRF મુદ્દે ભારતને મળ્યો USAનો સાથ, ચીનનું મૌન

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નાણાકીય સ્થિતિ મજબૂત થશે. નવી રોજગારીની તકો મળી શકે છે, જેમાં ઈચ્છિત સ્થાનાંતરણ અને પ્રમોશન સામેલ છે. આવકમાં વધારો થવાની સંભાવના છે, જે જીવનમાં સ્થિરતા અને સુખ આવશે.