Get The App

આજથી શનિ ચાલ બદલતાં 1 મહિના સુધી તમામ રાશિઓ પર જુઓ કેવી અસર થશે

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
Shani Nakshatra Parivartan 2026

Shani Nakshatra Parivartan 2026: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આજે એટલે કે 17 એપ્રિલ 2026નો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આજે સાંજે 4:05 કલાકે ન્યાયના દેવતા શનિદેવ મીન રાશિમાં સ્થિત ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી સ્વયં શનિદેવ છે, જ્યારે ચોથા ચરણના સ્વામી મંગળ ગ્રહ છે. આ રીતે શનિ અને મંગળના સંયુક્ત પ્રભાવવાળો આ ગોચર 17 મે, 2026 સુધી ચાલશે. શનિનું આ નક્ષત્ર પરિવર્તન શિસ્ત અને ઉર્જાનો સમન્વય લાવશે, જેની સીધી અસર તમામ 12 રાશિઓના જીવન પર જોવા મળશે. ખાસ કરીને સંશોધન, આધ્યાત્મિકતા, મેડિકલ અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય નવી તકો લઈને આવશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય ખર્ચ અને આયોજનનો રહેશે. અચાનક ખર્ચ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું જરૂરી છે. જોકે, વિદેશ કે દૂરના સ્થળેથી લાભના સંકેતો છે. નોકરીયાત લોકોને નવી તકો મળી શકે છે, પણ ધીરજ રાખવી પડશે. વેપારમાં ધીમે ધીમે સુધારો થશે. માનસિક તણાવથી બચવા માટે ધ્યાન (મેડિટેશન) ફાયદાકારક રહેશે.

ઉપાય: મંગળવારે હનુમાનજીના મંદિરે સિંદૂર ચઢાવો અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે મજબૂત સાબિત થઈ શકે છે. અટકેલા નાણાં મળવાના યોગ છે અને આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. જે લોકો બિઝનેસ કરે છે, તેમને અચાનક લાભ મળી શકે છે. પરિવારમાં પણ સહયોગ મળશે, પરંતુ સંબંધોમાં અહંકારથી બચવું જરૂરી છે.

ઉપાય: મંગળવારે લાલ ફળ અર્પણ કરી જરૂરિયાતમંદોમાં વહેંચો.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને પ્રમોશન, નવી નોકરી કે નવી જવાબદારી મળવાના યોગ છે. તમારી મહેનત અને કામના વખાણ થશે. જોકે, ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળજો. તમારી આવડત વધારવા માટે પણ આ સારો સમય છે.

ઉપાય: હનુમાનજીને મીઠું પાન અર્પણ કરો અને નિયમિત પૂજા કરો.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે આ સમય નસીબનો સાથ આપનારો રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. ધન લાભના યોગ બની રહ્યા છે અને આવક વધારવાના નવા રસ્તા ખુલી શકે છે. પરિવારમાં પણ હકારાત્મક વાતાવરણ રહેશે.

ઉપાય: શનિવારે સુંદરકાંડનો પાઠ કરો અને ગરીબોને ભોજન કરાવો.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ આ સમયે થોડું સાવધ રહેવાની જરૂર છે, પરંતુ સાથે જ લાભની તકો પણ મળશે. રિસર્ચ, એજ્યુકેશન અને ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. અચાનક કોઈ સારા સમાચારથી મન ખુશ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને રોકાણ વિચારીને કરવું.

ઉપાય: દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો.

આ પણ વાંચો: વાંચો તમારું 17 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે આ સમય મહેનતનું ફળ આપનારો છે. કરિયર અને બિઝનેસમાં ધીમે ધીમે ગ્રોથ થશે. ભાગીદારીમાં કામ કરનારાઓને લાભ મળી શકે છે, પરંતુ પરસ્પર તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ ઓછી થશે.

ઉપાય: હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ સમય સ્પર્ધામાં જીત અપાવનારો હોઈ શકે છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં પણ રાહત મળવાના યોગ છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી.

ઉપાય: મંગળવારે લાલ મીઠાઈનો ભોગ લગાવી ગરીબોમાં વહેંચો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય કરિયરમાં પ્રગતિનો છે. પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સંતાન પક્ષ તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. તમારી યોજનાઓ પર કામ કરો, સફળતા મળશે.

ઉપાય: દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ સમય પ્રોપર્ટી અને ઘરના કામકાજ માટે શુભ રહેશે. ઘર-પરિવાર સાથે જોડાયેલા કામ પૂરા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, પરંતુ ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. પરિવારમાં સુમેળ જાળવી રાખવો.

ઉપાય: મંગળવારે ફળનું દાન કરો અને શનિવારે ભોજનનું દાન કરો.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે આ સમય પરાક્રમ અને આત્મવિશ્વાસ વધારનારો રહેશે. તમારા પ્રયત્નો સફળ થશે. સમાજમાં માન-સન્માન વધશે. નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

ઉપાય: શનિવારે ગરીબોને ભોજન અને જરૂરિયાતની વસ્તુઓનું દાન કરો.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે લાભદાયી રહેશે. આવકમાં વધારો થવાના યોગ છે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. પ્રોપર્ટી ખરીદવાનો વિચાર પણ આ સમયે સફળ થઈ શકે છે.

ઉપાય: કાળા ચણા અને હલવો ચઢાવી ગરીબોમાં વહેંચો.

મીન રાશિ

મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે શનિ તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. અટકેલા કામ પૂરા થશે. કરિયરમાં નવી દિશા મળશે. રિસર્ચ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને ખાસ ફાયદો થશે.

ઉપાય: હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો, ગરીબોને ભોજન દાન કરો.

આજથી શનિ ચાલ બદલતાં 1 મહિના સુધી તમામ રાશિઓ પર જુઓ કેવી અસર થશે 2 - image