Get The App

રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જાતકો માટે લાવશે અચ્છે દિન!

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જાતકો માટે લાવશે અચ્છે દિન! 1 - image


Shani Nakshatra Parivartan 2026: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 17 મે 2026, રવિવારના રોજ બપોરે 3:49 વાગ્યે કર્મફળ દાતા શનિ દેવ બુધના સ્વામિત્વ વાળા રેવતી નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે, કારણ કે, તેનો પ્રભાવ કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે. ખાસ કરીને 3 રાશિઓને આ સમય દરમિયાન શનિની વિશેષ કૃપા પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. તો ચાલો જાણીએ કે, કઈ રાશિઓ માટે આ સમય શુભ સંકેત લઈને આવી રહ્યો છે. 

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન પ્રગતિ અને સ્થિરતાનો સંકેત આપી રહ્યું છે. કરિયરમાં આગળ વધવાના નવા રસ્તા ખુલશે. નોકરી અથવા પ્રોફેશનલ લાઈફની શરૂઆત સકારાત્મક માહોલમાં થઈ શકે છે. સાસરિયા પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. વિચારસરણીમાં સકારાત્મક ફેરફાર આવશે. પારિવારિક સબંધોમાં મજબૂતી જોવા મળશે. આ સમય દરમિયાન જાતકોની પર્સનાલિટી નિખરશે. આત્મવિશ્વાસ પહેલાથી વધુ મજબૂત થશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે શનિનું આ ગોચર આર્થિક રાહત લઈને આવશે. લાંબા સમયથી ચાલી રહેલી કમાણી સબંધિત મુશ્કેલીઓથી છુટકારો મળવાના સંકેતો છે. તમને અટકેલા કાર્યો પૂર્ણ કરવાની તક મળશે. બિઝનેસ સાથે જોડાયેલા જાતકોને પ્રગતિ મળી શકે છે. કોઈ મોટી ડીલ હાથ લાગવાની સંભાવના બની રહી છે. વધુ સારું આયોજન અને વ્યૂહરચનાથી લાભના નવા રસ્તા ખુલશે. તમારી વાણી અને વર્તનમાં સુધારો થશે, જેનાથી સામાજિક અને પ્રોફેશનલ બંને ક્ષેત્રોમાં ફાયદો મળશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન મુશ્કેલીઓમાંથી રાહતનો સમય લઈને આવી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો અંત આવી શકે છે. વિદેશ યાત્રા અથવા વિદેશ યાત્રા સંબંધિત તકો મળવાની પ્રબળ સંભાવના છે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી શોધી રહેલા લોકોને ઈચ્છિત સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે.

આ પણ વાંચો: 'ખેતી અને ડેરી ક્ષેત્રે કોઈ સમજૂતી નહીં....' ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં જુઓ શું-શું આવરી લેવાયું

ધન રાશિ જાતકો માટે આ પરિવર્તન જીવનના અન્ય મહત્વપૂર્ણ પાસાઓને પણ મજબૂત બનાવશે. માનસિક તણાવમાં ઘટાડો થશે. નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. કરિયર અને આર્થિક મોરચે સ્થિરતા આવશે, જેનાથી ભવિષ્યની યોજનાઓ આત્મવિશ્વાસ સાથે બનાવી શકાશે. શનિનું આ પરિવર્તન જાતકોને શિસ્ત, ધીરજ અને સફળતા તરફ આગળ વધવામાં મદદ કરશે.