Shani Asta 2026: વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને કર્મ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યારે શનિ પોતાની સ્થિતિ બદલે છે અથવા અસ્ત થાય છે, તો તેની અસર કેટલીક રાશિઓ પર પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 13 માર્ચ 2026ના રોજ શનિ મીન રાશિમાં અસ્ત થશે અને લગભગ 35 દિવસ સુધી એટલે કે 17 એપ્રિલ 2026 સુધી આ જ અવસ્થામાં રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓ માટે સમય થોડો પડકારરૂપ હોય શકે છે. ખાસ કરીને તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને આ સમય દરમિયાન વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
તુલા રાશિ
તુલા રાશિમાં શનિને ઉચ્ચ માનવામાં આવે છે, તેથી આ જાતકો પર શનિનો પ્રભાવ ખાસ રહેશે. જ્યારે શનિ અસ્ત થાય છે ત્યારે તેની કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે, જેનાથી આર્થિક સંતુલન બગડી શકે છે. આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી છે. આ ઉપરાંત લોકો સાથે વાત કરતી વખતે તમારા શબ્દોનો કાળજીપૂર્વક પ્રયોગ કરો, નહીંતર ગેરસમજ થઈ શકે છે. આ સમય દરમિયાન શનિવારે સરસવના તેલનું દાન કરવું લાભદાયી માનવામાં આવે છે.
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિ છે, તેથી શનિ અસ્તની અસર આ રાશિ પર વધુ થઈ શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ ઘટી શકે છે, અને તમને કામમાં મન ઓછું લાગી શકે છે. જો કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો તેમાં વિલંબ થઈ શકે છે અથવા મુશ્કેલીઓ વધી શકે છે. આર્થિક મામલે પણ સાવચેત રહેવાની જરૂ છે, તેથી પૈસા ઉધાર લેવાનું કે ઉધાર આપવાનું ટાળવું શ્રેષ્ઠ છે. નોકરી શોધી રહેલા લોકોએ વધુ મહેનત કરવી પડી શકે છે. આ સમય દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ઈરાક નજીક અમેરિકાના ઓઇલ ટેન્કર પર ઈરાનનો ભીષણ હુમલો, ભારતીય નાગરિકના મોતનો દાવો
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી પણ શનિ છે, તેથી શનિ અસ્તની અસર આ રાશિના જાતકો પર પણ પડી શકે છે. કરિયર અને બિઝનેસ સબંધિત નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન તમારું વર્તન થોડું કઠોર બની શકે છે, જેની સંબંધો પર અસર પડી શકે છે. આર્થિક મામલે પણ બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. પ્રેમ અને વૈવાહિક જીવનમાં પણ નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. આવી પરિસ્થિતિમાં કાળા કૂતરાને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે.


