Sawan 2020 : શ્રાવણમાં આ 5 ઉપાયથી ભગવાન શિવને પ્રસન્ન કરો
- શ્રાવણ માસમાં ભોલેનાથની કૃપાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે

નવી દિલ્હી, તા. 22 જુલાઇ 2020, બુધવાર
શ્રાવણનો મહિનો શિવને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ મહિનો છે. માન્યતા છે કે આ દિવસોમાં ભોલેનાથ પોતાની સાસરીમાં રહે છે. આ મહિનામાં ભોલેનાથ ભક્તોને ઇચ્છિત વરદાન પણ આપે છે. જ્યોતિષ અનુસાર, ગ્રંથોમાં કેટલાક શ્રેષ્ઠ ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે જેના કરવાથી મહાદેવ તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જાણો, ભોલેનાથને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય વિશે...
1. બીલી પત્ર ચઢાઓ
શ્રાવણમાં દરરોજ 21 બીલી પત્ર પર ચંદનથી ૐ નમ: શિવાય લખીને શિવલિંગ પર ચઢાઓ. તેનાથી તમારી બધી જ મનોકામનાઓ પૂરી થઇ શકે છે. કોરોનાના કારણે બહાર ન જશો, પરંતુ ઘરે જ ભોલેનાથના ચિત્ર આગળ અથવા તો જો ઘરમાં શિવલિંગ હોય તો તેની પર બીલી પત્ર ચઢાઓ. બીજા દિવસે આ બીલી પત્રને કોઇ છોડના મૂળમાં મુકી દો.
2. શિવજીને કેસર યુક્ત દૂધ અર્પણ કરો
જો તમારા ઘરમાં કોઇ પણ પ્રકારના ઝઘડા થતા હોય અથવા તો સભ્યોમાં મનભેદની પરેશાની થતી હોય તો શ્રાવણમાં દરરોજ સવારે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો તથા ગૂગળથી ધૂપ કરો. આમ કરવાથી ઘરનું વાતાવરણ શાંત અને અનુકૂળ બનશે. જો જલ્દી લગ્ન કરવા ઇચ્છો છો તો દરરોજ શિવલિંગ પર કેસરવાળું દૂધ ચઢાઓ. તેનાથી લગ્ન યોગ પ્રાપ્ત થઇ શકે છે.
3. ગાયને લીલો ચારો ખવડાવો
શ્રાવણમાં દરરોજ ઘરની આસપાસ કોઇ ગાય જોવા મળે તો તેને ખાવા માટે પાલક આપી શકો છો. તેનાથી આવક વધશે અને સુખ મળશે. શ્રાવણમાં દરરોજ ગરીબોને ભોજન કરાવો, તમારા ઘરની આસપાસ કોઇ ગરીબ રહેતા હોય તો તેને ભોજન માટેની સામગ્રી આપી શકો છો. તેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની અછત સર્જાશે નહીં તથા પિતૃની કૃપાથી તમને શાંતિ મળશે.
4. તલવાળા પાણીથી શિવનો જલાભિષેક કરો
પાણીમાં કાળા તલ મિક્સ કરીને ઘરે જ શિવલિંગનો અભિષેક કરો અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી મનને શાંતિ મળશે. નવગ્રહની શાંતિ માટે શિવલિંગનો અભિષેક કરતી વખતે નવગ્રહ શાંતિ મંત્ર વાંચો. તેનાથી તમામ ગ્રહ શાંત થશે અને ભોલેનાથની અપાર કૃપા મળશે. શ્રાવણમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. મનમાં ભગવાન શિવનું ધ્યાન કરતા રહો. તેનાથી ધન લાભના યોગ બને છે.
5. સંતાન પ્રાપ્તિ માટે હળદરના મિશ્રણવાળું દૂધ ચઢાઓ
શ્રાવણમાં સંતાન પ્રાપ્તિની ઇચ્છા ધરાવતા દંપત્તિ ઘરમાં શિવલિંગની સ્થાપના કરીને હળદરના મિશ્રણવાળા દૂધથી તેનો અભિષેક કરો. ભોલેનાથની ઇચ્છાથી દંપત્તિને સંતાન સુખનો આશીર્વાદ પ્રાપ્ત થશે. જે કન્યાઓ લગ્નને યોગ્ય છે તેમણે મા ગૌરીને શ્રૃંગાર ચઢાવવો જોઇએ. આ સાથે જ તેમની પાસે ઇચ્છિત વર માટેના આશીર્વાદ પ્રાપ્ત કરો.

