શનિ-બુધ બે રાશિના જાતકોનું વધારશે ટેન્શન, આગામી 70 દિવસો ભારે વીતશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Budh Gochar 2025: ગ્રહોનો રાજકુમાર બુધ 22 જૂન એટલે કે આજે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. બુધ 30 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેવાના છે. આ દરમિયાન 18 જુલાઈએ બુધ વક્રી થશે અને 11 ઓગસ્ટે માર્ગી ચાલ શરુ કરશે. એટલે કે બુધ લગભગ 70 દિવસ કર્ક રાશિમાં રહેશે. હાલમાં સિંહ અને ધનુ રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. ત્યારે બુધ અને શનિની આ માર્ગી ચાલ આ 2 રાશિઓની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
આ પણ વાંચો: કેદારનાથની યાત્રામાં કેટલો ખર્ચ થશે? ક્યાંથી લેવું ટોકન? જાણો સંપૂર્ણ બજેટ પ્લાન
સિંહ રાશિ
કારકિર્દી અને વ્યવસાયમાં મોટા ઉતાર-ચઢાવ આવી શકે છે. રોજગારના મામલે ખૂબ જ સમજી વિચારીને નિર્ણયો લેવા જરુરી છે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. આ સમય દરમિયાન મોટા ફાયદા માટે જૂઠું બોલવું તમને ભારે પડી શકે છે. તમારી ખાનગી વાતો લોકો સાથે શેર ન કરો.
ધનુ રાશિ
કારકિર્દીમાં અચાનક ફેરફારને કારણે મન ઉદાસ રહેશે. તમે રોગોનો શિકાર બની શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકો સાથે વિવાદ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી ખૂબ જરુરી છે. ઈજા અને અકસ્માત થવાની સંભાવના છે. તમારુ કામ બગાડવા માટે વિરોધીઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેમના કાવતરાથી સાવધાની રાખીને કામ કરવાની સલાહ આપવામાં આવે છે.









