Updated: May 26th, 2023
મેષ : આપ ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ઉચાટ-ઉદ્વેગ રહે.
વૃષભ : અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. પરદેશના કામ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે.
મિથુન : આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક, કૌટુંબિક-પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ખર્ચ જણાય.
કર્ક : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ જણાય.
સિંહ : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી સંભાળવું પડે. વાહન ધીરે ચલાવવું.
કન્યા : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.
તુલા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં.
વૃશ્ચિક : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. જૂના સ્નેહિની આકસ્મિક મુલાકાતથી આનંદ થાય.
ધન : બેન્કના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કૌટુંબીક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
મકર : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ રહે.
કુંભ : અન્ય સહકર્મીનું કામ, બીજું કોઈ કામ આવી જવાથી આપના કાર્યભાર - દોડધામ - શ્રમમાં વધારો જણાય. ખર્ચ-ખરીદી થાય.
મીન : આપના કાર્યનો એક પછી એક ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઘટે.
- અગ્નિદત્ત પદમનાભ