વાંચો તમારું 20 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય


મેષ : બપોર સુધી આપને કામમાં સાનુકૂળતા રહે. કામ ઉકેલાય પરંતુ ત્યારબાદ આપને કામકાજમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે.

વૃષભ : દિવસારંભથી જ આપ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો. જેમ જેમ દિવસ પસાર થતો જાય કામનો ઉકેલ આવતો જાય. રાહત થતી જાય.

મિથુન : આપના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. ખર્ચ-ખરીદી થાય.

કર્ક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. દિવસ પસાર થતો જાય તેમ રાહત થતી જાય.

સિંહ : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે પરંતુ બપોર પછી આપને કામમાં રૂકાવટ-મુશ્કેલી રહે.

કન્યા : આપના કામ અંગે દોડધામ રહે. પરંતુ દિવસ પસાર થતો જાય તેમ કામનો ધીમે ધીમે ઉકેલ આવતા રાહત-શાંતિનો અનુભવ થાય.

તુલા : સંયુક્ત ધંધામાં આપને ભાઈભાંડુ વર્ગનો સાથ-સહકાર મળી રહે. દિવસ પસાર થતો જાય તેમ દોડધામમાં વધારો થાય.

વૃશ્ચિક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. પરંતુ દિવસ પસાર થતો જાય તેમ કામમાં સરળતા થતી જાય.

ધન : આજનો દિવસ મધ્યમ રહે. અગત્યના કામકાજ અંગે બહાર જવાનું બને પરંતુ યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું પડે.

મકર : સીઝનલ ધંધામાં હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. બપોર પછી આપને કામમાં રાહત થતી જાય.

કુંભ : આપના કામકાજ અંગે મિલન-મુલાકાતનું આયોજન થાય. પરંતુ અન્ય કામ આવી જવાને લીધે આપની દોડધામ વધે.

મીન : બપોર સુધીનો સમય પ્રતિકૂળ રહે. કામ કરવાની સૂઝ પડે નહીં. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ કામમાં વ્યસ્ત થતા જાવ.

- અગ્નિદત્ત પદમનાભ

City News

Sports

RECENT NEWS