Get The App

વાંચો તમારું 13 એપ્રિલ, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 12th, 2024

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 13 એપ્રિલ, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બપોર પછી પરદેશના કામમાં પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.

વૃષભ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. અગત્યના નિર્ણય લેવામાં સાનુકૂળતા મળી રહે.

મિથુન : બપોર સુધી આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી રહ્યા કરે. ત્યારબાદ ધીરે-ધીરે આપને રાહત થતી જાય.

કર્ક : દિવસના પ્રારંભે કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધામાં લાભ જણાય. બપોર પછી કામકાજમાં પ્રતિકૂળતા રહે.

સિંહ : દિવસના પ્રારંભથી જ કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય.

કન્યા : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. બપોર પછી કામકાજ અંગેના વ્યવસાયમાં વધારો જણાય.

તુલા : દિવસનો પ્રારંભ બેચેની વ્યગ્રતાથી થાય પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત-શાંતિ થતી જાય.

વૃશ્ચિક : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. બપોર પછી કામકાજમાં કોઈને કોઈ પ્રતિકૂળતા રહે. ખર્ચ જણાય.

ધન : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપના દોડધામ-શ્રમ ઓછા થતાં જાય. કોર્ટ-કચેરીના કામમાં ખર્ચ જણાય.

મકર : આપના કાર્યમાં આકસ્મિક સરળતા રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરંતુ બપોર પછી અન્ય કામકાજ આવી જાય.

કુંભ : ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. માતૃપક્ષની ચિંતા જણાય. બપોર પછી રાહત રહે.

મીન: અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. બપોર પછીનો સમય આપના માટે પ્રતિકૂળ રહે.

- અગ્નિદત્ત પદમનાભ


Tags :