Astro

વાંચો તમારું 18 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય

By GS Team
18 Oct 20251 min read
This article was originally published on 18 Oct 2025
વાંચો તમારું 18 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય

મેષ : ધનતેરસની આપ સૌને શુભેચ્છાઓ. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સંતાનના સાથ-સહકારથી રાહત જણાય.

વૃષભ : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ધીરજથી દિવસ પસાર કરી લેવો.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.

કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. ધંધામાં આવક જણાતાં આનંદ રહે.

સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થતાં કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થઈ શકે.

કન્યા : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

તુલા : આપના કામનો ઉકેલ આવતો જવાથી આનંદ રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. સીઝનલ ધંધામાં લાભ થાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધી વર્ગ- મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્તતા - દોડધામ અનુભવાય.

ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ જણાય.

મકર : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. બેન્કના, વીમા કંપનીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ધીરજથી કામ કરવું.

કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.

મીન : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. દોડધામ-શ્રમ અનુભવાય.

- અગ્નિદત્ત પદમનાભ