Get The App

વાંચો તમારું 15 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય

Updated: Oct 15th, 2024

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 15 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો સરળતાથી ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ ફાયદો જણાય.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના દોડધામ શ્રમમાં વધારો જણાય ખર્ચ રહે.

મિથુન : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકર વર્ગ નોકર-ચાકરવર્ગની મુશ્કેલી અનુભવાય.

કર્ક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ ખર્ચ જણાય.

સિંહ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. કામનો ઉકેલ આવતાં રાહત રહે. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત યોજાય.

કન્યા : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો જણાય.

તુલા : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.

વૃશ્ચિક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

ધન : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે.

મકર : બેંકના વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકુળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

કુંભ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. મુલાકાત થાય.

મીન : આપના ગણત્રી ધારણા અવળા પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :