mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 03 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 3rd, 2024

વાંચો તમારું 03 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસના પ્રારંભથી જ આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. દોડધામ શ્રમના લીધે થાક કંટાળો અનુભવાય.

વૃષભ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર રહે

મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની, તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામકાજમાં ઉતાવળ ન કરવી.

કર્ક : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવું પડે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. આનંદ અનુભવો.

સિંહ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. રાજકીય સરકારી કામકાજ અંગે ખર્ચ જણાય.

કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.

તુલા : આપે ધીરજ અને શાંતિ રાખીને આપનું કામકાજ કરવું. કામમાં પ્રતિકૂળતા રહેવાને લીધે ઉચાટ-ઉદ્વેગ અનુભવાય.

વૃશ્ચિક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.

ધન : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મકર : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. અગત્યના નિર્ણય લેવામાં સરળતા જણાય.

કુંભ : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ જણાય. કોર્ટ કચેરીના કાર્યમાં આપે ધીરજ રાખવી. ઉતાવળ કરવી નહીં.

મીન : આપના કાર્યમાં સંતાન મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat