આજનુ પંચાંગ તા.26-5-2024, રવિવાર
Updated: May 26th, 2024
સંકષ્ટ ચતુર્થી
ચંદ્રોદય ૨૨ ક. ૧૭ મિ.
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ
નવકારસી સમય (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૂળ ૧૦ ક. ૩૬ મિ. સુધી પછી પૂર્વાષાઢા નક્ષત્ર આવશે. મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરવી.
ગોચર ગ્રહ : સૂર્ય- વૃષભ, મંગળ- મીન, બુધ- મેષ, ગુરૂ- મેષ, શુક્ર- વૃષભ, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- ધન, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૬.૩૦થી ૧૮.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર, શાકે ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦, ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ, ૫ વ્રજ માસ : જેઠ,
માસ- તિથિ- વાર : વૈશાખ વદ-ત્રીજ
- સંકષ્ટ ચતુર્થી - ચંદ્રોદય - ૨૨ ક. ૧૭ મિ.
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્કાદ માસનો ૧૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : દએ માસનો ૧૫મો રોજ દેપમહેર