Get The App

500 વર્ષ બાદ એકસાથે બનશે 3 શુભ રાજયોગ, દિવાળી પછી 3 રાશિના અચ્છે દિન શરૂ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
500 વર્ષ બાદ એકસાથે બનશે 3 શુભ રાજયોગ, દિવાળી પછી 3 રાશિના અચ્છે દિન શરૂ 1 - image


Rajyoga 2025 : જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વૈભવ, ભૌતિક સુખ, કલા, સાંસારિક સમૃદ્ધિ, ધન-સંપત્તિ અને સંગીતનો કારક માનવામાં આવે છે. જ્યારે ગુરુ સમૃદ્ધિ, ખ્યાતિ, જ્ઞાન અને સૌભાગ્યના કારક છે. તો અહીં બીજી બાજુ સૂર્ય દેવને પિતા, આત્મવિશ્વાસ અને ઉચ્ચ પદના કારક માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી પ્રમાણે નવેમ્બરમાં હંસ, માલવ્ય અને બુધાદિત્ય જેવા 3 શુભ રાજયોગો રચાશે. જેમાં 3 રાશિના લોકો તેનો વિશેષ લાભ મેળવી શકે છે.

આ પણ વાંચો: 7 સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, 4 રાશિના જાતકોને ભાગ્યનો મળશે સાથ

કર્ક રાશિ

આ રાજયોગો કર્ક રાશિના લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આ રાશિથી લગ્ન ભાવમાં હંસ રાજયોગ રચાશે, જ્યારે ચોથા ભાવમાં માલવ્ય રાજયોગ રચાશે. જેના પરિણામે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમને ભૌતિક સુખ-સુવિધાઓ પણ મળશે. નવું વાહન કે મિલકત ખરીદી શકો છો. તમે વ્યવસાયમાં મોટો સોદો કરી શકો છો. અથવા ઉધાર લીધેલા પૈસા પાછા મેળવી શકો છો.

મકર રાશિ

માલવ્ય રાજયોગનું નિર્માણ કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ મકર રાશિના લોકો માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન શુક્ર તમારી રાશિથી કર્મભાવમાં ઉચ્ચ સ્થાન પર રહેશે. તો બીજી બાજુ હંસ રાજયોગ પણ સપ્તમ ભાવમાં રચાઈ રહ્યો છે. જેના કારણે નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ અને પ્રમોશન મળી શકે છે. આ સમય વેપારી વર્ગ માટે પણ ફાયદાકારક રહેશે.

આ પણ વાંચો: આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ, આવતીકાલથી પર્વમય ભાદરવાનો પ્રારંભ થશે

કુંભ રાશિ

માલવ્ય, હંસ અને બુધાદિત્ય રાજયોગનું એકસાથે નિર્માણ કુંભ રાશિના લોકો માટે સૌભાગ્યના દ્વાર ખોલી શકે છે. માલવ્ય રાજયોગ નવમા ભાવમાં અને હંસ રાજયોગ છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે. જેના કારણે કુંભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને અટકેલા કામ પૂર્ણ થશે. તમને વિદેશ યાત્રા કરવાનો અથવા કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવાનો મોકો મળી શકે છે.

Tags :