Astro

નવમી પર આ રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય, ધનલાભ થવાના સર્જાયા યોગ

By GS Team
7 Oct 20192 mins read
This article was originally published on 7 Oct 2019
નવમી પર આ રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય, ધનલાભ થવાના સર્જાયા યોગ

નવી દિલ્હી, 7 ઓક્ટોબર 2019, સોમવાર

શારદીય નવરાત્રીનો આજે અંતિમ દિવસ એટલે કે નવમીની તિથિ છે. નવમી પર માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ નવમીની વિવિધ રાશિના લોકો પર ગ્રહોની સારી અને ખરાબ અસર પડી રહી છે. તો ચાલો આપણે જાણીએ કે આ નવમી કઈ રાશિના લોકોને ધન લાભ કરશે અને કોની મુશ્કેલીઓ વધશે.

મેષ

તમારો દિવસ ઉત્તમ રહેશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. અટકેલા નાણા પરત મળવાના યોગ છે. હનુમાન ચાલીસા વાંચો.

વૃષભ

જીવન સાથીને પૂરો સહયોગ મળશે. દાંપત્યજીવનની ખટાશ દૂર થશે. આ દરમિયાન સફેદ વસ્તુનું દાન કરો. સફેદ વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં શાંતિ અને ખુશી વધશે.

મિથુન

તમારા વડીલોનો આદર કરો. આજે કોઈને પૈસા ઉધાર આપશો નહીં. કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે બહાર થવાનું થાય. શ્રી સુક્તમ્ વાંચો.

કર્ક

બપોર પછીનો સમય અનુકૂળ છે. મહત્વનો નિર્ણય લેતા પહેલા વિચાર કરવો. તમને તમારા પ્રિયજનોનો સહયોગ મળશે. શિવાષ્ટકનો પાઠ કરવો.

સિંહ

વડીલોનું સન્માન કરો. આજે કોઈને પૈસા ઉધાર આપશો નહીં. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.  સૂર્યાષ્ટકનો પાઠ કરો.

કન્યા

વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જીવનસાથી સાથે ફરવા માટે જઈ શકો છો. પ્રિયજનો સાથે ઝઘડો ન કરવો. દુર્ગા સ્તુતિનો પાઠ કરવો.

તુલા 

કોઈની સાથે કોઈ કારણ વિના ઝઘડો કરવો નહીં. જરૂરિયાત સમયે સંબંધિઓની મદદ કરવી. સમયસર ઘરે પહોંચો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.

વૃશ્ચિક

સાંજ સુધીનો સમય અનુકૂળ નથી. કોઈને નાણા ઉધાર આપવા નહીં. તમારી નોકરીની જગ્યાએ કોઈ સાથે ઝઘડો કરવો નહીં. બજરંગ બાણનો પાઠ કરો.

ધન

કોઈ મિત્ર સાથે વિવાદ ન કરવો. જરૂર પડે તો મિત્રને સાથ આપો. માથાનો દુખાવો બપોર સુધી રહેશે. વિષ્ણુ ચાલીસાનો પાઠ વાંચો.

મકર

તમારાથી નાનાઓને માન આપો. બપોર સુધી કોઈ મહત્વનું કામ ન કરવું. નોકરીમાં પ્રગતિની તક છે. શનિ ચાલીસાના પાઠ કરો

કુંભ

મહત્વપૂર્ણ કાર્યમાં વિક્ષેપનો અંત આવશે. ધંધામાં ફસાયેલા નાણા પરત મળશે. માતાપિતાનો આદર કરો. ભગવાન શિવની પૂજા કરો.

મીન 

તમારા ગુરુને ભેટ આપો. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. કોઈ કિમતી ચીજવસ્તુઓ ખોવાઈ શકે છે. લક્ષ્મી નારાયણજીની પૂજા કરો.