Get The App

રક્ષાબંધન 2025: બહેનને રાશિ અનુસાર આપો ભેટ, ભાગ્ય પ્રબળ થતાં જીવનમાં થશે ખુશીઓનો સંચાર

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
રક્ષાબંધન 2025: બહેનને રાશિ અનુસાર આપો ભેટ, ભાગ્ય પ્રબળ થતાં જીવનમાં થશે ખુશીઓનો સંચાર 1 - image


Raksha Bandhan 2025: આ વર્ષે રક્ષાબંધન 9 ઑગષ્ટના રોજ ઊજવવામાં આવશે. રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જો ભાઈ પોતાની બહેનને રાશિ અનુસાર ભેટ આપે તો બહેનનું ભાગ્ય પ્રબળ થતાં જીવનમાં ખુશીઓનો સંચાર થશે. તો ચાલો આજે આપણે જાણીએ કે, બહેનને રાશિ અનુસાર શું ભેટ આપવી જોઈએ. 

મેષ રાશિ

મેષ રાશિની બહેનને લાલ રંગનું પર્સ અથવા લાલ રંગનો કોઈ ડ્રેસ ભેટ કરવો. લાલ ગુલાબનું અત્તર અથવા પરફ્યૂમ આપશો તો બહેનનું ભાગ્ય ચમકી જશે. 

વૃષભ રાશિ

જો બહેન વૃષભ રાશિની જાતક છે તો તેને ડિઝાઇનર કપડાં ભેટ કરવા. પરફ્યૂમ, ચોકલેટથી લઈને ડાયમંડની કોઈ જ્વેલરી જેમ કે ઇયરિંગ ભેટ કરી શકો છો. 

મિથુન રાશિ

જો બહેન મિથુન રાશિની જાતક છે તો આ રક્ષાબંધન પર તેને પુસ્તકો ભેટમાં આપો. જો તમે તેને સ્માર્ટ ગેજેટ્સ અથવા સ્ટાઇલિશ પેન ભેટ કરશો તો તેના જીવનમાં ખુશીઓનો સંચાર થશે. 

કર્ક રાશિ

જો બહેન કર્ક રાશિની જાતક છે તો તમે તેને ફોટો ફ્રેમ ભેટ કરી શકો છો. સિલ્વર જ્વેલરી જેમ કે, ચાંદીની બંગડીઓ ભેટ કરી શકો છો. આનાથી બહેનને માનસિક શાંતિ મળશે.

સિંહ રાશિ

જો બહેન મેષ રાશિની જાતક છે તો તમે તેને મેકઅપનો સામાન ભેટ કરી શકો છો. સોનાના ઘરેણાં અથવા સારી બ્રાન્ડેડ ઘડિયાળ ભેટ કરી શકો છો.

કન્યા રાશિ

જો બહેન કન્યા રાશિની જાતક છે તો તમે તેને હેન્ડબેગ, પર્સ, અને સ્કીન કેર સાથે સંબંધિત વસ્તુઓ પણ ભેટ કરી શકો છો.

તુલા રાશિ

જો બહેન તુલા રાશિની જાતક છે તો તેને ફેશન જ્વેલરીથી લઈને પરફ્યૂમ જેવી વસ્તુ ભેટ કરી શકો છો. સુંદર સાડી અથવા મોંઘો દુપટ્ટો ભેટ કરી શકો છો. 

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

વૃશ્ચિક રાશિ

જો બહેન વૃશ્ચિક રાશિની જાતક છે તો તેને કોસ્મેટિકનો સામાન, રુદ્રાક્ષ લોકેટ ભેટ કરી શકો છો. 

ધન રાશિ

જો બહેન ધન રાશિની જાતક છે તો તેને તમે ધાર્મિક પુસ્તકો, વાંચવાના પુસ્તકો અને ફરવા માટે ટ્રાવેલ પેકેજ ભેટમાં આપી શકો છો.

મકર રાશિ

જો બહેન મકર રાશિની જાતક છે તો તેને ઑફિસ ડાયરી, પેન સ્ટેન્ડ, કપડાં ભેટ કરી શકો છો.

કુંભ રાશિ

જો બહેન કુંભ રાશિની જાતક છે તો તેને ટેક ગેજેટ્સ અથવા મોબાઇલ ફોન, સ્માર્ટવોચ જેવી વસ્તુઓ ભેટ કરી શકો છો. એસ્ટ્રોલૉજી બુક ભેટ કરવાથી તમારી બહેનના ચહેરા પર સ્મિત આવશે.

મીન રાશિ

જો બહેન મીન રાશિની જાતક છે તો તેને ભગવાનની મૂર્તિ ભેટ કરવાથી તેના પર ભગવાનની વિશેષ કૃપા રહેશે. એરપોડ્સ ભેટ કરવા પણ ખૂબ શુભ હોઈ શકે છે.

Tags :