Rahu Nakshatra Parivartan 2026: વૈદિક જ્યોતિષમાં રાહુને રહસ્યમયી અને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. તેને અચાનક પરિવર્તન, મહત્વકાંક્ષા, ભ્રમ અને ભૌતિક સફળતા સાથે જોડવામાં આવે છે. જ્યારે રાહુ પોતાની સ્થિતિ અથવા નક્ષત્રમાં પરિવર્તન કરે છે ત્યારે તેની અસર કોઈને કોઈ રૂપે તમામ રાશિઓ પર પડે છે.
હાલમાં રાહુ કુંભ રાશિમાં સ્થિત છે અને શતભિષા નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. 25 જાન્યુઆરીના રોજ રાહુ શતભિષા નક્ષત્રના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યો છે અને માર્ચના અંત સુધી આ જ પ્રભાવ હેઠળ રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં શતભિષા નક્ષત્રને ઉપચાર અને સુધારાનું નક્ષત્ર માનવામાં આવે છે, તેથી આ સમય દરમિયાન ઘણા જાતકોને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી ધીમે-ધીમે રાહત મળશે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધાર પર કરવામાં આવી રહ્યું છે. ચાલો હવે જાણીએ કે આ પરિવર્તનથી કઈ રાશિઓને સૌથી વધુ લાભ મળી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે રાહુનું આ પરિવર્તન આવક અને લાભ સબંધિત સંકેત આપી રહ્યું છે. અચાનક ધન લાભની તકો મળી શકે છે. જૂના રોકાણો, શેરબજાર અથવા પ્રોપર્ટીથી ફાયદો મળવાની સંભાવના છે. નવા લોકો સાથે સંપર્કો વધશે, જેનાથી ભવિષ્યમાં લાભ મળી શકે છે. જોકે, આ સમયે શોર્ટકટ અપનાવવાનું ટાળો. ખોટા રસ્તા દ્વારા કમાયેલા લાભ નુકસાન પણ આપી શકે છે. તમારી સામાજિક ઓળખ વધી શકે છે અને તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થવાની દિશામાં આગળ વધી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય વિચાર અને દ્રષ્ટિકોણમાં પરિવર્તન લઈને આવી શકે છે. નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. ઉચ્ચ શિક્ષા અને વિદેશ સાથે સબંધિત તકો મળી શકે છે. આધ્યાત્મિકતામાં અથવા કોઈ ચોક્કસ વિષયના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં તમારી રુચિ વધી શકે છે. તમને પિતા અથવા ગુરુ સમાન વ્યક્તિનો સહયોગ મળશે. અટકેલા કામો ધીમે-ધીમે આગળ વધવા લાગશે. કાનૂની મામલે રાહત મળી શકે છે. જે જાતકો રિસર્ચ, હીલિંગ અથવા તપાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમને વિશેષ લાભ મળી શકે છે.
આ પણ વાંચો: સૂર્યગ્રહણ પર પંચગ્રહી યોગ! 1 મહિના સુધી 4 રાશિના જાતકોની થશે તગડી કમાણી
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે રાહુનું આ નક્ષત્ર પરિવર્તન આર્થિક મામલે સકારાત્મક સંકેત આપી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે. સંપત્તિ અથવા પારિવારિક રોકાણથી લાભ થવાની સંભાવના છે. પરિવાર સાથે સબંધો વધુ સારા થશે અને જૂની ગેરસમજણો દૂર થઈ શકે છે. અચાનક મળતી તકોને સમજદારીપૂર્વક અપનાવો. પૈસા સબંધિત નિર્ણયો સમજી-વિચારીને લેવા અને પોતાની યોજનાઓને વધુ જાહેર ન કરવી.


