આ બે રાશિના જાતકો પર દોઢ વર્ષ સુધી રહેશે રાહુ-કેતુના ગોચરની અસર, વાણી પર સંયમ જરૂરી
Rahu Ketu Gochar 2025: 18 મે એટલે કે આવતીકાલથી રાહુ-કેતુનું મહાગોચર થઈ રહ્યું છે. રાહુ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે, જ્યારે કેતુ સિંહ રાશિમાં પ્રવેશ થઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. રાહુ-કેતુ ગોચરના રાશિ પરિવર્તનની અસર દેશ-દુનિયા પર જોવા મળશે.
વૈદિક જ્યોતિષમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં છે. તેઓ હંમેશા ઉલ્ટી એટલે કે વક્રી ચાલ ચાલે છે. જેની પોઝિટિવ અને નેગેટિવ બેન્ને અસર જોવા મળે છે. આવો જાણીએ રાહુ-કેતુની આ વક્રી ચાલથી કઈ બે રાશિઓ પર સૌથી વધુ અસર જોવા મળશે.
રાહુ-કેતુના આ ગોચરથી સૌથી વધુ અસર કુંભ અને સિંહ રાશિ પર જોવા મળશે. જેના કારણે આ રાશિના જાતકોને મિશ્ર પરિણામો જોવા મળશે.
સિંહ રાશિ
રાહુ-કેતુના ગોચરની અસરથી સિંહ રાશિના જાતકોના જીવનામાં ઉતાર-ચડાવ આવી શકે છે. કરિયર સંબંધિત કામ બગડી શકે છે. જીવનસાથી સાથે ગેરસમજો વધી શકે છે. વ્યાપાર પર વિશેષ ધ્યાનની જરુર રહેશે.
આ સિવાય સિંહ રાશિવાળાઓને નોકરીમાં સારા પરિણામ મળી શકે છે. કામ કરવાને લઈને નવી યોજનાઓ તૈયાર કરી શકશો. વ્યાપાર માટે વિદેશ જઈ શકો છો.
આ પણ વાંચો: ડાબી આંખ ફરકવી શુભ કે અશુભ, શું એનાથી જીવનમાં કોઈ સારા સમાચાર મળે?
કુંભ રાશિ
રાહુ-કેતુના ગોચરની અસર કુંભ રાશિ પર પણ મિશ્ર અસર જોવા મળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખશો તો પરિણામ સારા મળશે. સ્વાસ્થ્યનું સૌથી વધારે ધ્યાન રાખવું. દરેક નિર્ણયો સમજી વિચારીને લેવા.
આ સિવાય સંબંધોમાં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. વ્યાપાર અને નોકરીમાં સારા પરિણાણો જોવા મળી શકે છે