Rahu Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને એક રહસ્યમય અને અત્યંત પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. તે એક છાયા ગ્રહ છે, જેનો પ્રભાવ જાતકોના જીવન પર ઊંડો પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી અને માયાવી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. દ્રિક પંચાંગ પ્રમાણે નવા વર્ષ 2026માં રાહુ કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે. ત્યારબાદ 2026ના અંતમાં રાહુ કુંભ રાશિમાંથી નીરળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. 2026ના અંતમાં એટલે કે, 5 ડિસેમ્બર, 2026ના રોજ રાત્રે 8:03 વાગ્યે રાહુ શનિની સ્વામિત્વ વાળી રાશિમાં પ્રવેશ કરશે. એવું કહેવાય છે કે, રાહુ હંમેશા ઉલટી ચાલ જ ચાલે છે. તો ચાલો જાણીએ કે 2026માં રાહુના ગોચરથી કઈ રાશિઓને લાભ થશે.
વૃષભ રાશિ
વર્ષ 2026માં રાહુ વૃષભ રાશિના જાતકો માટે નવી તકો લઈને આવશે. તમારી કાર્યક્ષેત્રમાં ઓળખ બનશે. એવા લોકો સાથે સંપર્ક બનશે જેઓ ભવિષ્યમાં તમને કામ આવશે. નોકરી કરતા જાતકોની ટીમ બદલાવાની અથવા નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે. આવકના નવા રસ્તા ખુલશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. તમારો સામાજિક દાયરો વધશે. લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે રાહુનું ગોચર કરિયરની દ્રષ્ટિએ ખાસ રહેશે. 2026માં કામમાં અચાનક ફેરફાર થઈ શકે છે, જે શરૂઆતમાં અસ્વસ્થતાભર્યું લાગશે. આ ફેરફારો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રોફાઈલ બદલવાના યોગ બની શકે છે. મીડિયા, માર્કેટિંગ, ડિજિટલ અથવા કોમ્યુનિકેશન સાથે સંકળાયેલા જાતકોને સારી તકો મળશે. તમારી મહેનતનું ફળ મોડું મળશે પરંતુ તે લાભદાયી મળશે.
મીન રાશિ
રાહુનું ગોચર મીન રાશિના જાતકો માટે દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવશે. જે લોકો લાંબા સમયથી કોઈ મોટા નિર્ણયને લઈને મૂંઝવણમાં હતા, તેમને યોગ્ય દિશા મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં રસ વધશે, જેનાથી માનસિક શાંતિ મળશે. ભાગ્યનો સાથ મળશે. આળસથી બચવું જરૂરી.


