આવીતકાલે રાહુ-ચંદ્રની યુતિના સંકેત, 3 રાશિના જાતકોએ સાવચેત રહેવાની તાંતી જરૂર!
Image: AI |
Rahu-Chandra Conjunction: જ્યારે પણ કોઈ ગ્રહ નક્ષત્ર અથવા રાશિ પરિવર્તન કરે છે, ત્યારે દેશ-દુનિયાના માનવ જીવન પર તેનો સીધો પ્રભાવ પડે છે. પંચાંગ અનુસાર, 10 ઑગસ્ટ એટલે કે આવતીકાલે રાહુ અને ચંદ્રની કુંભ રાશિમાં યુતિ થવા જઈ રહી છે. જેનાથી ગ્રહણ યોગનું નિર્માણ થશે. હકીકતમાં, 10 ઑગસ્ટે ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાંથી જ રાહુ બેઠા છે, જેના કારણે અનેક મહિનાઓ બાદ રાહુ-ચંદ્ર ફરી સાથે આવશે.
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-ચંદ્રની યુતિ અને તેના દ્વારા બનતો આ ગ્રહણ યોગ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જેનાથી અમુક રાશિઓને અશુભ સ્થિતિનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ એ રાશિ વિશે.
આ પણ વાંચોઃ વાસ્તુ ટિપ્સ: ઘર માટે અશુભ મનાય છે આ છોડ અને વૃક્ષ, નકારાત્મક ઉર્જા આવતી હોવાની માન્યતા
સિંહઃ
સિંહ રાશિના જાતકોએ થોડું સંભાળીને રહેવાની જરૂર છે. કારણ કે, જીવનમાં અમુક પડકારો અને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં મતભેદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ સિવાય, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્ત્વનું તેમજ ખર્ચા પર નિયંત્રણ રાખવું.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં અમુક પડકારો ઊભા થઈ શકે છે, તેમજ વ્યવસાયિક જીવનમાં બદલાવ આવી શકે છે. આ દરમિયાન કોઈ કાયદાકીય બાબતો ગુંચવાઈ શકે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધન પર સૂર્ય અને શનિની મહાયુતિ, સિંહ-મીન સહિત આ 5 રાશિના જાતકોને ફાયદો જ ફાયદો
મીનઃ
રાહુ-ચંદ્રની યુતિથી મીન રાશિના જાતકોના પરિવારમાં મતભેદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી બાબતોમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. મીન રાશિના જાતકોને પારિવારિક જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય નવા જ્ઞાન અને અનુભવ મેળવવા માટે શ્રેષ્ઠ છે, જેનાથી તેમને લાભ મળશે.