ગણેશ ચતુર્થીએ બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જાતકોનું થશે મંગળ જ મંગળ
Ganesh Chaturthi 2025: આજથી ગણેશ ચતુર્થીનો પર્વ શરૂ થઈ ચૂક્યો છે અને આ પર્વનું સમાપન 6 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીના દિવસે થશે. દર વર્ષે આ 10 દિવસનો ગણેશ ઉત્સવ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થઈને ભાદ્રપદ માસની ચતુર્દશી તિથિ સુધી ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આજે ગણેશ ચતુર્થીના અવસર પર અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી ભગવાન ગણેશની કૃપા ઘણી રાશિઓ પર બની રહેશે.
100 વર્ષ બાદ બની રહ્યો આ સંયોગ
વાસ્તવમાં ગણેશ ચતુર્થી આજે એટલે કે, બુધવારે પડી રહી છે અને એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશનો જન્મ પણ બુધવારે જ થયો હતો, જેનો સંયોગ પૂરા 100 વર્ષ બાદ બની રહ્યો છે. આ સંયોગ ઉપરાંત આજની શુભ તિથિ પર ધન યોગ, રાશિ પરિવર્તન યોગ, લક્ષ્મી નારાયણ યોગ, આદિત્ય યોગ, ગજકેસરી યોગ અને ઉભયચારી યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિમાં આજે પાંચમા ભાવમાં ચંદ્રનો પ્રવેશ થઈ રહ્યો છે. આ સાથે જ આ જાતકોના લોકો માટે ગણેશ ચતુર્થી ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. તમને સારા સમાચાર મળશે. તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો.
મિથુન રાશિ
આજે ગણેશ ચતુર્થી પર મિથુન રાશિના જાતકોને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળશે. આગામી 10 દિવસમાં વ્યવસાયમાં તગડો નફો થશે. પૈસા કમાવવા માટે આ સમય ખૂબ જ સારો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: વૈષ્ણોદેવી યાત્રા રુટ પર ભૂસ્ખલનથી ભારે તબાહી, 31 લોકોના મોત, ફરી ભારે વરસાદની આગાહી
કન્યા રાશિ
કન્યા રાશિમાં ધન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ગણપતિ બપ્પાના આશીર્વાદથી આગામી 10 દિવસ બિઝનેસમાં ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
મીન રાશિ
મીન રાશિમાં પણ ધન યોગ બની રહ્યો છે. આ સાથે જ મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. પાર્ટનરશિપથી લાભ થશે. વિદ્યાર્થીઓ અને કારકિર્દી માટે આ સમય સુખદ માનવામાં આવી રહ્યો છે.