Get The App

પિતૃ પક્ષમાં ભૂલથી પણ ના કરશો આવી ભૂલ, નહીતર પૂર્વજો થઈ જશે નારાજ!

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
પિતૃ પક્ષમાં ભૂલથી પણ ના કરશો આવી ભૂલ, નહીતર પૂર્વજો થઈ જશે નારાજ! 1 - image
Image AI

Pitru Paksha 2025: હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેને પિતૃ પક્ષ પણ કહેવામાં આવે છે. આ સમય પૂર્વજોની આત્માની શાંતિ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે છે. એવું માનવામાં આવે છે કે, પૂર્વજો દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાના ચંદ્રથી અશ્વિન મહિનાના અમાસ સુધી 15 દિવસ માટે પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો દ્વારા કરવામાં આવતા તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધનો સ્વીકાર કરે છે. આ સમયગાળાને પૂર્વજોનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે.

આ પણ વાંચો: ગણેશ વિસર્જનના મુહૂર્ત અને વિધિ, મોટા ભાગના લોકો આ નિયમમાં કરે છે ભૂલ

જયોતિષીઓના કહેવા પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોનું આગમન માત્ર ધાર્મિક માન્યતા નથી, પરંતુ તે આપણને જીવન મૂલ્યો અને ફરજો પણ યાદ અપાવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે પૂર્વજો પૃથ્વી પર આવે છે, ત્યારે તેઓ તેમના વંશજોને તેમના કલ્યાણ માટે આશીર્વાદ આપીને જતા રહે છે. જો આ સમય દરમિયાન તેમને શ્રદ્ધા અને આદર સાથે યાદ કરવામાં આવે તો પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. જો અનાદર કે ઉપેક્ષા કરવામાં આવે તો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

કેવા સ્વરૂપોમાં આવે છે પિતૃઓ

ધાર્મિક ગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે પૂર્વજો વિવિધ સ્વરૂપોમાં પૃથ્વી પર આવે છે. સૌથી સામાન્ય રીતે જોઈએ તો પક્ષીઓના સ્વરુપે આવતાં હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને કાગડાને પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન જ્યારે પણ ખોરાક રાંધવામાં આવે છે અને બહાર રાખવામાં આવે છે અને કાગડો આવીને તે ખોરાક ખાય છે, ત્યારે તે શુભ માનવામાં આવે છે. કબૂતર અને ચકલીઓને પણ પૂર્વજોના આગમનનું સ્વરૂપ માનવામાં આવે છે. 

તેમને ખાલી હાથે પાછા મોકલવાને અશુભ માનવામાં આવે છે

આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, પૂર્વજો પણ સંતો અથવા ભિખારીઓના રૂપમાં ઘરની આસપાસ આવે છે. ત્યારે સંત, ફકીર, ભિખારી અથવા જરૂરિયાતમંદોનું અપમાન કરવું અથવા તેમને ખાલી હાથે પાછા મોકલવાને અશુભ માનવામાં આવે છે. પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે આ સમયગાળા દરમિયાન દાન કરવું અને જરૂરિયાતમંદોને મદદ કરવી એ ખૂબ જ લાભદાયી છે. 

આ પણ વાંચો: આજે રાધા અષ્ટમી: દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા જાણો પૂજા વિધિ

કેમ ન કરવું જોઈએ કોઈનું અપમાન 

શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજોનું અપમાન કરવું એ સૌથી મોટો દોષ માનવામાં આવે છે. જો ઘર આંગણે આવતાં કાગડા કે અન્ય પક્ષીઓની અવગણના કરવામાં આવે તેમને ખોરાક અને પાણી આપવામાં ન આવે અથવા ઋષિ-સંતોનું અને પૂર્વજોનું અપમાન સમજવામાં આવે છે. તેથી પરિવારની સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે પૂર્વજોનું અપમાન કરવાથી પરિવારના વિકાસ અને પ્રગતિ અટકી જાય છે અને જીવનમાં વારંવાર મુશ્કેલીઓ ઊભી થાય છે. પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે, વ્યક્તિએ તર્પણ અને પિંડદાનની સાથે દાન કરવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવવું, ગરીબોને ભોજન અને કપડાં આપવા અને પક્ષીઓને અનાજ અને પાણી આપવું એ પુણ્ય માનવામાં આવે છે. ઘરમાં સ્વચ્છતા જાળવવી, સાત્વિક ભોજન કરવું અને પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરવા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

Tags :