ગણેશ વિસર્જનના મુહૂર્ત અને વિધિ, મોટા ભાગના લોકો આ નિયમમાં કરે છે ભૂલ
Ganesh Visarjan 2025 Rules: ભારતભરમાં ખૂબ જ ધામ ધૂમથી ગત બુધવારે ગણેશ ચતુર્થી પર્વ શરુ થયું. આ ગણેશ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ભક્તોએ 27 ઓગસ્ટના રોજ પોતાના ઘરોમાં ગણપતિની સ્થાપના કરી હતી. તો હવે 6 સપ્ટેમ્બર 2025 ના રોજ અનંત ચતુર્દશીના દિવસે ભક્તો બાપ્પા વિદાય આપશે. મોટાભાગના લોકો ગણેશ વિસર્જનના મહત્વપૂર્ણ નિયમો ભૂલી જાય છે, તમારે તેમાંથી એક ન હોવું જોઈએ, તેથી આજે અમે તમને ગણેશ વિસર્જન સંબંધિત કેટલાક ખાસ નિયમો વિશે જણાવીશું.
આ પણ વાંચો: આજે રાધા અષ્ટમી: દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા જાણો પૂજા વિધિ
ગણેશ વિસર્જન 2025 ના નિયમો
મુખ દિશા
ગણપતિજીને વિસર્જન માટે લઈ જતી વખતે તેમનું મુખ ઘર તરફ રાખો. જેથી બાપ્પા ઘરને આશીર્વાદ આપી શકે.
આરતી સામગ્રી
બાપ્પાના વિદાય સમયે તેમની પૂજા કરવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે. તેથી, ફળો, ફૂલો, સોપારી, ચોખા, હળદર, 21 દૂર્વા, કુમકુમ અને મીઠાઈ જેવી પૂજા સંબંધિત સામગ્રીથી બાપ્પાને વિદાય આપો.
લાલ કપડા સાથે વિધિ
એક નારિયેળ અથવા સોપારીને હળદર- ચોખા સાથે લાલ કપડાંમાં લપેટીને રિદ્ધિ- સિદ્ધિ અને શુભ લાભ સાથે તમારી તિજોરીમાં એક જગ્યાએ સુરક્ષિત રાખી દો.
પ્રસાદ
ગણેશ વિસર્જન દરમિયાન બાપ્પાને 5 મોદક અર્પણ કરો અને તેને બધા ભક્તોમાં વહેંચો.
વિસર્જન જળ
જો શક્ય હોય તો ઘરે સ્વચ્છ વાસણ અથવા ડોલમાં પાણી ભરો અને તેને પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જન કરો. ત્યાર પછી આ પાણીને ઝાડ નીચે અથવા છોડમાં રેડો.
મંત્ર અને જાપ
વિસર્જન પહેલાં ઘડિયાળની દિશામાં 3 વાર પરિક્રમા કરો. આ પછી, "ગણપતિ બાપ્પા મોર્યા, અગલે વરસ તુમ જલ્દી આના " જેવા નારા લગાવીને ભક્તિ અને આનંદથી બાપ્પાને વિસર્જન કરો.
ઘર માટે આશીર્વાદ
બાપ્પાને વિદાય આપતા પહેલા તેમના ચરણોમાં નમન કરો અને સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગો.
વિસર્જનની તારીખો
તમે ગણપતિનું વિસર્જન 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અથવા 10મા દિવસે કરી શકો છો. મોટાભાગના લોકો 10મા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે કરે છે.
આ પણ વાંચો: ગણેશ ઉત્સવ 2025 : વિસર્જન અગાઉ ઉંદર દેખાવા પાછળ આ છે મોટો સંકેત, અવગણના ન કરશો
ગણેશ વિસર્જન માટે અનંત ચતુર્દશીનો શુભ સમય
સવારનો સમય - સવારે 7.36 થી 9.10 સુધી
બપોરનો સમય (ચાર, લાભ, અમૃતકાલ) બપોરે 12.19થી 5.02 સુધી
સાંજનો સમય - લાભ - સાંજે 6.37 થી 8.02 વાગ્યા સુધી.