નોકરીઓ પર સંકટ, દુર્ઘટનાઓ થવાની આશંકા! 28 જુલાઈ સુધીનો સમય ભારે, બચવા માટે કરો આ ઉપાય
Astrology: છેલ્લાં દોઢ મહિનાથી મંગળ અને કેતુએ ભયાનક યુતિ બનાવી હતી. જેનો દેશ-દુનિયા સુધી સામનો કરી રહ્યા છે. પરંતુ, હવે સ્થિતિ વધુ ખતરનાક થઈ ગઈ છે. ઉગ્ર ગ્રહ મંગળ અને કેતુ ખૂબ જ અશુભ સ્થિતિમાં છે. કેતુ સિંહ રાશિમાં છે અને મંગળ પણ સિંહ રાશિમાં છે. એવામાં હવે આવનારા 7 દિવસ વધુ ખતરનાક રહેવાના છે.
મંગળ અને કેતુની ખતરનાક સ્થિતિ
હકીકતમાં, 21 જુલાઈથી 28 જુલાઈ સુધી મંગળ, કેતુની ઉપરથી ગોચર કરશે જે વધુ ખતરનાક સ્થિતિ છે. એવામાં આ દરમિયાન વધારે સતર્ક રહેવાની જરૂર છે. 28 જુલાઈએ જ્યારે મંગળ ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે યુતિ તૂટશે અને લોકોને થોડી રાહત મળશે. મંગળ-કેતુ, શનિની સાથે મળીને ષડાષ્ટક યોગ પણ બનાવી રહ્યા છે. જેનાથી આ યુતિ ભીષણ પરિણામ આપી રહી છે. ક્રૂર ગ્રહ શનિ આ સમયે વક્રીની સ્થિતિમાં છે. જેની અસર હવે ઓછી થઈ રહી છે.
4 રાશિના જાતકો માટે નકારાત્મક
મંગળ કેતુની અશુભ યુતિ 4 રાશિના જાતકો માટે વિશેષ રૂપે નકારાત્મક કહી શકાય છે. આ રાશિ છે છે મેષ, સિંહ, કન્યા અને મીન. 28 જુલાઈ સુધીના સમયમાં આ રાશિના જાતકોની કારકીર્દિ પર અશુભ અસર પડી શકે છે. એવામાં ફક્ત તમારૂ કામ પ્રામાણિકતાથી કરો.
દાંપત્ય જીવનમાં મુશ્કેલી
જો લોકોની કુંડળીમાં મંગળ, રાહુ અને કેતુની સ્થિતિ અશુભ છે, તેમણે ખાસ કરીને સાવધાન રહેવાની જરૂર છે. આ લોકોના દાંપત્ય જીવનમાં સમસ્યા આવી શકે છે. કોઈ સાથે વિવાદ થઈ શકે છે તેમજ આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. આ રાશિના જાતકોની કારકિર્દી પર પણ સંકટ આવી શકે છે.
આ પણ વાંચોઃ એસએમસીમાં ડી-4 કેટેગરી સમયે રજૂ થયેલા પ્રકરણો જુની ફી લઇ મંજૂર કરો
મુસાફરી ટાળવી
આ સિવાય આ રાશિના જાતકોએ કોઈપણ મુસાફરી કરવાનું ટાળવું, વાહન સંભાળીને ચલાવવું. કારણ કે, કેતુ ધર્મ-કર્મનો કારક છે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક સ્થળો પર નાસભાગ અથવા અન્ય કોઈ મુશ્કેલી આવવાનો યોગ છે. સાથે જ આવા સમયે કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળવું