પિતૃ પક્ષ 2025: ઘરની આ દિશામાં પૂર્વજોની તસવીરો લગાવવી શુભ, જાણો નિયમ
Ancestors Photo Vastu Tips: વૈદિક પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકમની તિથિથી પિતૃ પક્ષ શરુ થાય છે અને અમાવસની તિથિએ તેનું સમાપન થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે પિતૃ પક્ષમાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. હકીકતમાં આ તિથિઓમાં પિતૃઓ ધરતી પર ઉતરે છે અને તેમના વંશજો દ્વારા તર્પણ, શ્રાદ્ધ કર્મ અને પિંડદાન સ્વીકાર કરી આશીર્વાદ આપે છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધીનો રહેશે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 1 થી 7 સપ્ટેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે
પૂર્વજોની તસવીર દિવાલ પર લગાવવા અંગે જરુરી બાબતો
પિતૃ પક્ષ શરુ થતાં પહેલા એક વાત જરુર જાણી લેવી જોઈએ કે, આપણા પૂર્વજોની તસવીર ઘરમાં કઈ દિશામાં લગાવવી જોઈએ અને ક્યા ન લગાવવી જોઈએ. કારણ કે, પૂર્વજોની જો ખોટી જગ્યાએ લગાવવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઘરથી દૂર થઈ શકે છે. વાસ્તુ અનુસાર ખોટી જગ્યાએ પિતૃઓની તસવીર લગાવવામાં આવે તો સમસ્યાઓ વધી શકે છે અને પિતૃઓ નારાજ થઈ શકે છે. આવો પૂર્વજોની તસવીર સાથે જોડાયેલી જરુરી વાતો જાણીએ.
આ જગ્યાએ ન લગાવો પૂર્વજોની તસવીર
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બેડરુમ કે રસોડામાં પૂર્વજોની તસવીર ક્યારે ન લગાવવી જોઈએ. એવી માન્યતા છે કે, આ જગ્યાએ પર પિતૃઓની તસવીર લગાવવામાં આવે તો પિતૃઓ નારાજ થાય છે અને તેના કારણે પરિવારના સભ્યોની હેરાનગતિ વધી જાય છે. રોજ નવી નવી મુશ્કેલીઓ વધી શકે છે. જેથી આ જગ્યાએ ક્યારેય ફોટો ન લગાવવો જોઈએ.
- શયનખંડમાં (Bedroom) પિતૃઓના ફોટા ન મૂકવા જોઈએ.
- રસોડું, બાથરૂમ અથવા જમીન પર નીચે કે સીડી નીચે ફોટો મૂકવો અશુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ના કરશો આવી ભૂલ, નહીતર પૂર્વજો થઈ જશે નારાજ!
આ દિશામાં લગાવો પૂર્વજોની તસવીર
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પિતૃ પક્ષમાં જો ઘરમાં પિતૃઓની તસવીર લગાવવામાં આવે તો દક્ષિણ દિશા સૌથી યોગ્ય દિશા રહેશે. આ દિશા પિતૃઓની હોય છે, જ્યાંથી પરિવાર પર પિતૃ કૃપા આશીર્વાદ બની રહે છે. તેમજ તેમના વંશજોના દુખ અને સંકટને દૂર કરે છે. તેમજ જીવનમાં દરેક કામ માં શુભ પરિણામ મળે છે. ટુંકમાં ફોટામાં પિતૃઓનો ચહેરો ઉત્તર તરફ રહે તે શ્રેષ્ઠ ગણાય છે. (અથવા આમ કહીએ તો તમે જ્યારે પિતૃના ફોટા સામે બેસો ત્યારે તમારું મોં દક્ષિણ તરફ રહે.)