ભગવાન શ્રીરામ ચિત્રકૂટમાં રોજ કરે છે વિશ્રામ, અહીં છુપાયેલો છે મોક્ષનો માર્ગ
Ram Saiya Mandir, Chitrakoot: ઉત્તર પ્રદેશના ચિત્રકૂટને ધર્મ નગરી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન જે મુખ્ય સ્થળો પર તેમણે આરામ કર્યો હતો, તેમાનું એક રામ શૈયાનું વિશેષ મહત્ત્વ છે. આ એ જ સ્થાન છે જ્યાં ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણે 11.5 વર્ષ વીતાવ્યા હતા. અહીં એક વિશેષ ચટ્ટાન છે, જેના પર પ્રભુ શ્રીરામે આરામ કર્યાના ચિહ્ન આજે પણ જોવા મળે છે. માન્યતા પ્રમાણે જે શ્રદ્ધાળુઓના દર્શન કરે છે, તેને પ્રભુ શ્રીરામના આર્શીવાદ મળે છે.
આ પણ વાંચો : સ્વપ્નમાં આ પાંચમાંથી કોઈ એક જોવા મળે તો, સમજવું કે તમારા સારા દિવસો શરુ થવાના છે
અહીં પ્રભુ શ્રીરામે કર્યો હતો આરામ
ચિત્રકૂટના ખોહી- ભરતકૂપના રસ્તે આવેલું આ સ્થાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. કામદગિરિ પર્વતથી આગળ વધતાની સાથે આ પવિત્ર સ્થળ આવેલું છે. અહીંનું પ્રાકૃતિક સૌદર્ય શ્રદ્ધાળુઓને અદ્ભૂત આધ્યાત્મિક શાંતિ આપે છે. અહીં એક વિશાળ ખડક છે. જેના વિશે એવું કહેવાય છે કે, ભગવાન શ્રીરામ અને માતા સીતાએ આ જગ્યા પર આરામ કર્યો હતો. આ ખડક પર આજે પણ ભગવાન શ્રીરામના પગના ચિહ્ન અને આરામ કર્યા હોવાના ચિહ્નો સ્પષ્ટ રુપે દેખાય છે.
ધનુષ્યનું નિશાન પણ છે
રામ શૈયાની ખડક પર શ્રીરામ અને માતા સીતા વચ્ચેની વચ્ચે રાખવામાં આવેલું ધનુષ્ય પણ જોવા મળે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે જ્યારે શ્રીરામ અને માતા જ્યારે ભગવાન શ્રીરામ અને માતા સીતા આરામ કરતાં હતાં, ત્યારે તેમનું ધનુષ્ય પાસે રાખતા હતા. આ કારણે આ સ્થાન પર આજે પણ તે ધનુષ્યનું નિશાન સ્પષ્ટ પણ જોવા મળે છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે
રામ શૈયા મંદિરના પૂજારીએ આપી માહિતી
રામ શૈયા મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે આ જગ્યા પર સાક્ષાત પ્રભુ શ્રીરામ અહીં રોકાયા હોવાનો પૂરાવો આપે છે. માન્યતા પ્રમાણે આજે પણ ભગવાન શ્રીરામ દરરોજ રાત્રે અહીં આરામ કરવા માટે આવે છે. ખડક પરના પગના દર્શન કરવાથી ભક્તોને મોક્ષ મળે છે, અને તેમનું જીવન સફળ થાય છે. આ જગ્યા ચિત્રકૂટથી આશરે 10 કિલોમીટર દૂર આવેલું છે. મંદિરની સામે એક પ્રાચીન કુવો પણ છે, જેનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તમે રોડ માર્ગે આ મંદિર સુધી પહોંચી શકો છો. અહીં રામ નવમી અને અન્ય ધાર્મિક તહેવારો પર વિશેષ આયોજન કરવામાં આવે છે.