| Representative Image |
Lucky Zodiac Signs: વૈદિક પંચાંગ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરીને શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-વિદેશ પર પડે છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે (11 નવેમ્બર) શુક્ર અને ગુરુ 100° ની કોણીય સ્થિતિમાં રહેવાથી શતાંક યોગનું નિર્માણ થશે. આ યોગ બનવાથી અનેક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે આ રાશિના લોકોનું આયુષ્ય વધી શકે છે અને કારકિર્દીમાં પણ પ્રગતિ મળી શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ છે.
ધનુ રાશિ
આ રાશિના લોકોને શતાંક યોગ લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. આ સમયે આપનું આયુષ્યમાં પણ વધારો થશે. આ સાથે આયુષ્યના નવા સ્ત્રોત પણ બની શકે છે. વ્યાપારીઓ માટે નવા કરાર અને સોદા સફળ થશે. નોકરી કરનારાઓને પ્રમોશન અને જવાબદારીઓ વધવાની શક્યતા છે. રોકાણ અને બચત પણ સકારાત્મક પરિણામો આવી શકે. આ સમય દરમિયાન બેરોજગાર વ્યક્તિઓને રોજગાર મળી શકે છે, અને તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે.
કર્ક રાશિ
શતાંક બનાવાથી કર્ક રાશિના લોકોના સારા દિવસો આવી શકે છે. આ સમયે તેમને વાહન કે પ્રોપર્ટીની મળી શકે છે. આ સાથે કારકિર્દી અને વ્યવસાયમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. તેમજ આર્થિક લાભ, રોકાણ અને ભાગીદારીમાં સફળતા મળશે. આ રાશિના લોકોના પરિવારમાં શાંતિ અને ખુશીનો માહોલ રહેશે. આ સમય દરમિયાન, તમે દેશની અંદર અથવા વિદેશમાં મુસાફરી કરી શકો છો. તમને માનસિક તણાવમાંથી પણ રાહત મળશે.
આ પણ વાંચો: 5 ઉપાય કરશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે! આર્થિક તંગી દૂર થતાં વેપાર પણ વધશે
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે શતાંક યોગ લાભદાયી સાબિત થશે. આ સમયે તમારા સાહસ અને પરાક્રમાં વૃદ્ધિ થશે. આ સાથે તમે સમાજમાં વધુ લોકપ્રિય થશો. તમારા રોકાયેલા રૂપિયા મળશે, જૂના પ્રોજેક્ટમાં સફળતા મળશે. તેમજ નોકરી, વાહન કે સંપત્તિ મળવાની સંભાવના છે.


