Numerology: જેમ જેમ આપણે નવા વર્ષો તરફ આગળ વધી રહ્યા છીએ, તેમ લોકોમાં ભવિષ્ય જાણવાની ઉત્સુકતા વધતી જાય છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, અંકશાસ્ત્ર (Numerology) ની દ્રષ્ટિએ વર્ષ 2026 ભારત અને ગુજરાત માટે અનેક મહત્વના ફેરફારો અને નવી તકો લઈને આવી શકે છે. ખાસ કરીને અવકાશ વિજ્ઞાન અને રાજકીય કાયદાઓના ક્ષેત્રે આ વર્ષ યાદગાર બની રહેશે.
વર્ષ 2026 ના અંકોનું ગણિત
અંકશાસ્ત્ર મુજબ વર્ષ 2026 નો વર્ષાન્ક એટલે કે અંક 1 (સૂર્ય) થાય છે. આ વર્ષમાં અંક 2 (ચંદ્ર) બે વાર આવે છે, જે શુભત્વનું પ્રતીક છે. ચંદ્રની હાજરીને કારણે આ વર્ષમાં કોઈ મોટી આફત કે મહામારીની સંભાવના ઓછી જણાઈ રહી છે. સૂર્યનો અંક 1 હોવાથી વહીવટી પ્રભુત્વ અને મજબૂત નિર્ણયો લેવાનું આ વર્ષ બની રહેશે.
ભારત માટે કેવું રહેશે 2026?
- ભારતનો વર્ષાન્ક (1947) મુજબ અંક 3 (ગુરુ) છે. 2026 ના વર્ષમાં ભારત માટે નીચે મુજબની શક્યતાઓ વધુ છે
- અંતરિક્ષ ક્ષેત્ર:સેટેલાઇટ અને સ્પેસ મિશનમાં મોટી સફળતા.
- કાયદો અને વ્યવસ્થા: નવા ખરડા કે મહત્વના કાયદાઓ પર અમલીકરણ.
- સમજૂતી: આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વના એગ્રીમેન્ટ કે કરારો થઈ શકે છે.
- સરહદ: સરહદ પર તંગદિલી રહી શકે છે, પરંતુ યુદ્ધની સંભાવના નહિવત છે.
- ઐતિહાસિક સંદર્ભ: જ્યારે વર્ષાન્ક 1 રહ્યો હોય ત્યારે શું બન્યું?
જ્યારે પણ વર્ષનો મૂળાંક '1' આવ્યો છે, ત્યારે ભારતમાં ઐતિહાસિક ઘટનાઓ બની છે. નીચેના વર્ષોના સરવાળા પરથી આ સમજી શકાય છે:

ગુજરાત માટે વર્ષ 2026 ના સંકેતો
ગુજરાત રાજ્યનો સ્થાપના વર્ષાન્ક (1960) મુજબ અંક 7 (કેતુ) થાય છે. અંકશાસ્ત્ર મુજબ ગુજરાત માટે આગામી સમય મિશ્ર ફળદાયી રહેશે:
- સ્વાસ્થ્ય: મેડિકલ અને હેલ્થ ક્ષેત્રે નવા પ્રોજેક્ટ્સ કે સુધારા આવશે.
- યુવાવર્ગ: વિદ્યાર્થીઓ અને યુવાવર્ગ માટે મહત્વના ફેરફારો.
- રાજકારણ: શાસક અને વિપક્ષી નેતાઓમાં ઉશ્કેરાટ જોવા મળી શકે છે. મંત્રીમંડળ માટે તકેદારી રાખવાનું સૂચન છે.
- લોકજુવાળ: પ્રજાના સ્વમાન કે અન્ય મુદ્દે આંદોલન જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા.
એકંદરે અંકશાસ્ત્રના દ્રષ્ટિકોણથી વર્ષ 2026 ભારતને મજબૂતી આપનારું અને વિજ્ઞાન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરનારું સાબિત થશે. જોકે, રાજકીય અને સરહદી બાબતોમાં સાવચેતી રાખવી અનિવાર્ય રહેશે.
વર્ષ 2025ની આગાહીઓ કેટલી સાચી પડી?
વર્ષ 2026ની આગાહીઓ વચ્ચે, વર્ષ 2025 માટે અંકશાસ્ત્રના 'અંક 9' (મંગળ) મુજબ કરવામાં આવેલી આગાહીઓ પણ નોંધપાત્ર રીતે સત્ય સાબિત થઈ રહી છે. ખાસ કરીને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની મોટી સિદ્ધિ અંગેની વાત સાચી ઠરી છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશું શુકલાએ 25 જૂન 2025ના રોજ નાસાના 'એક્ઝિમ 4' મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરની સફર કરી રાકેશ શર્મા બાદ બીજા ભારતીય અવકાશયાત્રી બની ઇતિહાસ રચ્યો છે.
આ પણ વાંચો: 2026માં શુક્ર-સૂર્ય અને ચંદ્રની મહાયુતિ 3 રાશિના જાતકોને કરાવશે 'બમ્પર લાભ'
આ ઉપરાંત, વર્ષ 2025માં યુદ્ધની ગંભીર પરિસ્થિતિઓ વણસે તે પહેલાં 'ઓપરેશન સિંદૂર' (સીઝ ફાયર) જેવી શાંતિ પ્રક્રિયાઓ જોવા મળી છે. અગાઉના વર્ષો 1947, 1962 કે 1999 જેવી ભયાનક યુદ્ધની સ્થિતિ સર્જાશે તેવી આશંકાઓ સેવાતી હતી, પરંતુ અંકશાસ્ત્રના અભ્યાસ મુજબ 2025માં સ્થિતિ નિયંત્રણમાં રહી છે. તે જ રીતે અમદાવાદમાં ગેરકાનૂની વસવાટ વિરુદ્ધ થયેલી મોટી કાર્યવાહીઓ અને વિમાન દુર્ઘટના જેવી સંવેદનશીલ ઘટનાઓ પણ અંકશાસ્ત્રના પૂર્વાનુમાન મુજબ સાચી સાબિત થઈ છે.
આમ, વર્ષ 2025ના સફળ ફળકથન બાદ હવે 2026માં પણ અંકશાસ્ત્રના સંકેતો મુજબ ભારત નવી ઊંચાઈઓ સર કરે તેવી પૂરી સંભાવના છે.


