| (ai image) |
Nostradamus 2026 Predictions: નવા વર્ષની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આવનારું વર્ષ કેવું રહેશે તેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી મોંઘવારી અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવક્તા નોસ્ત્રાદમસની 500 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. લોકોનું માનવું છે કે નોસ્ત્રાદમસે વર્ષ 2026 માટે ખૂબ જ ડરામણી આગાહીઓ કરી છે. એવામાં જાણીએ કે એ ભવિષ્યવાણી વિષે જેને લોકોને ચિંતામાં મૂકી દીધા છે.
1. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા
નોસ્ત્રાદમસની આગાહી મુજબ, વર્ષ 2026ના મધ્ય ભાગથી ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે. ધર્મ અને રાષ્ટ્રવાદના નામે લોકો એકબીજાના લોહીના તરસ્યા બનશે. પૂર્વના દેશોમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, તેને જોતા આ ભવિષ્યવાણી વધુ સચોટ લાગી રહી છે.
2. સમુદ્રી યુદ્ધ અને રાજકીય પલટો
એવું માનવામાં આવે છે કે 2026માં સમુદ્રમાં કોઈ મોટી સૈન્ય દુર્ઘટના ઘટશે, જેના કારણે મોટા રાષ્ટ્રો વચ્ચે સીધો સંઘર્ષ થઈ શકે છે. નોસ્ત્રાદમસે સંકેત આપ્યો હતો કે જે ક્ષણે સમુદ્રમાં કોઈ વિશાળ જહાજ તબાહ થશે, તે જ ક્ષણથી આખી દુનિયાની રાજકીય પરિસ્થિતિમાં મોટું પરિવર્તન આવશે.
3. આર્થિક સંકટ અને નેતાઓનું પતન
વિકસિત દેશો જેવા કે અમેરિકા અને બ્રિટન માટે આગામી સમય ભારે હોઈ શકે છે. ભવિષ્યવાણી મુજબ, વર્ષ 2026માં આ દેશોમાં મોટું આર્થિક સંકટ આવશે, જેના કારણે જનતામાં અસંતોષ ફેલાશે. મોંઘવારી આસમાને પહોંચશે અને અનેક મોટા રાજકીય નેતાઓએ પોતાની સત્તા ગુમાવવી પડી શકે છે.
4. કુદરતી આફતો: ક્યાંક દુષ્કાળ તો ક્યાંક પૂર
પર્યાવરણની દ્રષ્ટિએ પણ 2026 તબાહીનું વર્ષ સાબિત થઈ શકે છે. આગાહી મુજબ, ભીષણ ગરમીને કારણે અનેક વિસ્તારોમાં દુષ્કાળ પડશે અને ત્યારબાદ અચાનક એટલો ભારે વરસાદ થશે કે વિનાશકારી પૂર આવશે. સમુદ્રના જળસ્તરમાં વધારો થવાથી કાંઠાના વિસ્તારોને મોટું નુકસાન થવાની સંભાવના છે.
5. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નું શાસન
સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી AIને લઈને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2026થી AI માત્ર સલાહકાર નહીં પણ નિર્ણય લેતી શક્તિ બની જશે. સરકારો અને સિસ્ટમ માનવીય લાગણીઓને બાજુ પર રાખીને AIના નિર્ણયો પર ચાલશે, જેના કારણે માનવી પોતાનું નિયંત્રણ ગુમાવી રહ્યો હોય તેવો અનુભવ કરશે.
આ પણ વાંચો: નવા વર્ષે રાહુ બદલશે ચાલ, જાણો કઈ રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે!
6. પરમાણુ હુમલો અને અંતરિક્ષ કાર્યક્રમોમાં અવરોધ
નોસ્ત્રાદમસની ભવિષ્યવાણી મુજબ, કોઈ મોટો દેશ પરમાણુ હુમલાની તૈયારી કરી શકે છે. આ સિવાય માનવ અંતરિક્ષ મિશનો, ખાસ કરીને મંગળ ગ્રહ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સમાં નિષ્ફળતા અથવા 'અંધકાર' છવાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
7. અનાજની અછત અને મોંઘવારી
વૈશ્વિક સ્તરે ઘઉં અને અન્ય અનાજના ભાવ આસમાને પહોંચશે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા જે રીતે 2022માં ભાવ વધ્યા હતા, તેવી જ અથવા તેનાથી પણ ખરાબ સ્થિતિ ભવિષ્યમાં સર્જાઈ શકે છે. જોકે નોસ્ત્રાદમસની આગાહીઓ ગૂઢ સંકેતોમાં હોય છે અને તેમાં કોઈ ચોક્કસ તારીખનો ઉલ્લેખ હોતો નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને જોતા લોકોમાં આ ભવિષ્યવાણીઓને લઈને ભારે ફાળ પડી છે.


