ધનલાભ, અટકેલાં કામ પાર પડશે...; ગુરુ-સૂર્યના સંયોગથી કર્ક-મકર સહિત આ 4 રાશિના જાતકોને લાભ

Navpancham Yog 2025: જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે પણ સૂર્ય અને ગુરુ પોતાની ચાલમાં પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર દેશ-દુનિયા પર પડે છે. વાસ્તવમાં પંચાંગ પ્રમાણે 17 નવેમ્બર, 2025ના રોજ સવારે 10:35 વાગ્યે સૂર્ય અને ગુરુ એકબીજાથી 120 ડિગ્રી પર બિરાજમાન રહેશે, જેનાથી નવપંચમ યોગ બનવા જઈ રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને બધા ગ્રહોનો પિતા અને રાજા માનવામાં આવે છે, જ્યારે ગુરુને જ્ઞાન, ભાગ્ય, ધર્મ, સમૃદ્ધિ અને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે સૂર્ય અને ગુરુ એક સાથે આવે છે ત્યારે જાતકોના જીવનમાં પ્રગતિનો સંચાર થવા લાગે છે. તો ચાલો જાણીએ કે, 17 નવેમ્બરના રોજ બનવા જઈ રહેલા નવપંચમ યોગથી કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે.
વૃષભ રાશિ
નવપંચમ યોગથી વૃષભ રાશિના જાતકોમાં ઉર્જા અને હિંમત વધશે. નવા કામની શરૂઆત માટે આ દિવસ શુભ રહેશે. પ્રેમ સંબંધો અને બાળકો તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષા અથવા સ્પર્ધાઓમાં સફળતા મળશે.
કર્ક રાશિ
નવપંચમ યોગને કર્ક રાશિના જાતકો માટે ભાગ્ય વૃદ્ધિનો સંકેત માનવામાં આવી રહ્યો છે. જૂના અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશ યાત્રા સાથે સબંધિત કોઈ તક અથવા નવી પાર્ટનરશિપ બની શકે છે. તમને ધાર્મિક યાત્રા પર જવાની અથવા આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની પણ તક મળશે.
મકર રાશિ
નવપંચમ યોગ મકર રાશિના જાતકોને આત્મસન્માન આપશે. નાણાકીય સ્થિતિ મજબૂત થશે, રોકાયેલા પૈસા મળી શકે છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને ગ્રાહક અથવા પાર્ટનર તરફથી મોટો ઓર્ડર મળી શકે છે. જોકે, ખર્ચ વધી શકે છે તેથી તમારા બજેટ પર નજર રાખો.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ યોગ લાભદાયી અને ભાગ્યશાળી રહેશે. કોઈ શુભ કાર્યની શરૂઆત થશે અને મિત્રો પાસેથી મોટ સહયોગ મળશે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે. વેપારીઓને નવા ગ્રાહકો અથવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. કોઈ યાત્રા દરમિયાન પણ ભાગ્ય તમારો સાથ આપશે.

