Gupt Navratri 2025: આ વખતે 26 જૂનના રોજ ગુપ્ત નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં હિન્દુ મહિનાઓ અનુસાર, વર્ષમાં ચાર વખત નવરાત્રિ હોય છે. ચૈત્ર(વસંત) નવરાત્રિ, શારદીય નવરાત્રિ, અષાઠ (ગુપ્ત) નવરાત્રિ અને પોષ (પુષ્ય) નવરાત્રિ હોય છે. જ્યારે માઘ (ગુપ્ત) નવરાત્રિ વૈકલ્પિક હોય છે. જ્યાં એક તરફ શારદીય અને ચૈત્ર નવરાત્રિ ધૂમધામથી મનાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ ગુપ્ત નવરાત્રિની પૂજા ગુપ્ત રીતે થાય છે. ત્યારે જાણીએ કે તેનું મહત્ત્વ શું છે અને આ વખતે ગુપ્ત નવરાત્રિ માટે કયા મુહૂર્ત છે.
ક્યારે થાય છે ગુપ્ત નવરાત્રિ?
હિન્દુ કેલેન્ડર અનુસાર, ગુપ્ત નવરાત્રિ માઘ, ચૈત્ર, અષાઢ અને અશ્વિનના મહિનામાં થાય છે. અષાઢનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે. 26 જૂન (ગુરૂવાર)થી શરૂ થઈ રહેલી ગુપ્ત નવરાત્રિનું સમાપન 4 જુલાઈ (શુક્રવાર)એ થશે. 26 જૂને જ વિધિ વિધાનથી ઘટસ્થાપના કરાશે. તેના મુહૂર્ત સવારે 5:25 વાગ્યાથી લઈને 6:58 સુધી હશે. જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:56 વાગ્યાથી 12:52 વાગ્યા સુધી હશે.
આ પણ વાંચો: પુરી અને અમદાવાદની રથયાત્રામાં હોય છે મોટો ફરક, જાણો ખાસ વાતો
ગુપ્ત નવરાત્રિનું મહત્ત્વ
આ નવરાત્રિ તંત્ર-મંત્ર અને ગુપ્ત સિદ્ધિઓ માટે પ્રચલિત છે. માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગા અને તેમની 10 મહાવિદ્યાઓની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ આ દરમિયાન 9 દિવસ વ્રત રાખવાથી લોકોના તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. જણાવી દઈએ કે, ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા તો થાય છે. સાથે તેમની 10 મહાવિદ્યાઓની પણ પૂજા થાય છે. આ પૂજા પૂર્ણ રીતે ગુપ્ત રીતે થાય છે.
મા દુર્ગી 10 મહાવિદ્યાઓની પૂજા
- પહેલા દિવસે: મા કાલીની પૂજા
- બીજા દિવસે: મા તારાની પૂજા
- ત્રીજા દિવસે: મા ત્રિપુર સુંદરીની પૂજા
- ચોથા દિવસે: મા ભુવનેશ્વરીની પૂજા
- પાંચમા દિવસે: મા છિન્નમસ્તિકાની પૂજા
- છઠ્ઠા દિવસે: મા ત્રિપુર ભૈરવીની પૂજા
- સાતમા દિવસે: મા ધૂમાવતીની પૂજા
- આઠમા દિવસે: મા બગલામુખીની પૂજા
- નવમા દિવસે: મા માતંગીની પૂજા
- દસમા દિવસે: મા કમલાની પૂજા
આ પણ વાંચો: કોઈપણને ભગવદ્ ગીતા ભેટમાં આપવી જોઈએ? જાણો શાસ્ત્ર શું કહે છે
આવી રીતે કરો પૂજા
ગુપ્ત નવરાત્રિના દિવસે વહેલી સવારે સ્નાન કરીને પૂજા સ્થાન પર મા દુર્ગાની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરો. માતાને ફૂલ અને ચોખા અર્પણ કરો. ત્યારબાદ ધૂપ અને દીપ પ્રગટાવો. મનમાં મા દુર્ગાના મંત્રોનો જાપ કરો. આ દિવસે તમે દુર્ગા સ્પશતીના પાઠ કરી શકો છો. બાદમાં માતાની આરતી કરો અને પોતા માટે આશીર્વાદ લો. “ૐ ઐં હ્રીં ક્રીં ચામુંડાયૈ વિચ્ચે” ના જાપ પણ કરો.


