આજથી બુધની સીધી ચાલ શરુ, 3 રાશિના જાતકોમાં નવેમ્બર સુધી ધન યોગ જળવાઈ રહેશે
Budh Margi 2025: ગ્રહોના રાજકુમાર બુધની આજથી સીધી ચાલ શરુ થવા જઈ રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એક ગ્રહી માર્ગી ચાલનો મતલબ છે, તેની સીધી ચાલની શરુઆત થવાની છે.
11 ઑગસ્ટ એટલે કે આજે બુધ કર્ક રાશિમાં માર્ગી થશે. જ્યોતિષીઓ કહે છે કે, જ્યારે પણ બુધ માર્ગી થાય છે, ત્યારે કેટલીક રાશિઓને તેનાથી મોટો લાભ મળે છે. બુધની માર્ગી ચાલ આજે બપોરે એક વાગ્યાની આસપાસ શરુ થશે. ચાલો જાણીએ કે, કઈ રાશિઓને માર્ગી બુધથી ફાયદો થશે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 11 થી 17 ઓગસ્ટ, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે
મિથુન રાશિ
બુધના માર્ગી થવાથી મિથુન રાશિના લોકોને શુભ પરિણામો મળશે. કારકિર્દીમાં નવી તકો મળશે. વિદેશ યાત્રાનો યોગ બની શકે છે. પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જેનાથી જીવનમાં ખુશીઓનું આગમન થશે.
તુલા રાશિ
નવી નોકરીની તકો મળી શકે છે. કાર્યસ્થળમાં તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. નાણાકીય લાભનો યોગ બની રહ્યો છે. તુલા રાશિના લોકો વ્યવસાયમાં પણ પ્રગતિ થશે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થશે. તુલા રાશિ માટે આ સમય અનુકૂળ અને ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચો: શનિ-અરુણના સંયોગથી બનશે શક્તિશાળી ત્રિએકાદશ યોગ, આ રાશિઓનું વધશે બેન્ક બેલેન્સ
વૃશ્ચિક રાશિ
જીવનમાં સકારાત્મક પરિવર્તન અને સફળતાની સંભાવના જોવા મળી રહી છે. પ્રમોશનની તકો મળી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ઇચ્છિત નોકરી મળવાની શક્યતા છે. આ ઉપરાંત ધનધાન્ય અને સંપત્તિ પ્રાપ્ત થશે.