સાપ્તાહિક રાશિફળ: 11 થી 17 ઓગસ્ટ, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે
ઓગસ્ટ મહિનાનું બીજું સપ્તાહ એટલે કે 11 થી 17 ઓગસ્ટ, 2025, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે તે જાણીએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહ દરેક રાશિના જાતકો માટે ખાસ સૂચનો લઈને આવ્યું છે. ખાસ કરીને, મેષ રાશિના જાતકોએ કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. કર્ક રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું. કન્યા રાશિ માટે ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ધન રાશિવાળાએ ધીરજ રાખવી હિતાવહ છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.
આ પણ વાંચો: શનિ-અરુણના સંયોગથી બનશે શક્તિશાળી ત્રિએકાદશ યોગ, આ રાશિઓનું વધશે બેન્ક બેલેન્સ
મેષ રાશિ :
અંગતકાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને. યોગ્ય આયોજન હિતાવહ છે. કોઈપણ વિષયની ચર્ચા દરમિયાન તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. દલીલ ન કરવી. થાકની અસર કામના અંતે વધુ દેખાય.
વૃષભ રાશિ :
કોઈનો સહયોગ મળવાથી તમને તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે. તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.
મિથુન રાશિ :
પારિવારિક કે વ્યવસાય બાબતની વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે,પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે, જેનો તમને સંતોષ પણ થાય.
કર્ક રાશિ :
અચાનક કોઈ મુલાકાત દરમિયાન તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. નવા મિત્રો બને. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપટથ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ખોટા ખર્ચ પર અંકુશ રાખવો જેથી ખર્ચ કર્યાનો રંજ ન રહે.
સિંહ રાશિ :
કોઈ કામકાજ કે મુલાકાત દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે. કંઈક નવું આયોજન થાય તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે, જેનો તમને આનંદ પણ થાય.
કન્યા રાશિ :
કોઈ મુલાકાત દરમિયાન તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે. નવા કાર્યના વિચાર વધુ આવે અને તેના પ્રયત્નો કરવાની ઈચ્છા જાગે.
તુલા રાશિ :
કામકાજ અથવા વ્યવહારની કદર થવાના કારણે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઉભી થાય.
વૃશ્ચિક રાશિ :
કોઈ પણ પ્રકારના કામકાજ દરમિયાન તમારે ઉતાવળ ન કરવી. વાર્તાલાપમા ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવો ઇચ્છનીય કહી શકાય.
ધન રાશિ :
કોઈ કામકાજ કે, પ્રસંગ દરમિયાન તમારો લોકો સાથે મુલાકાત વધે, તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે, માટે અસયોજન કરવું હિતાવહ છે.
મકર રાશિ :
મજકવૃત્તિ ન કરવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, પણ તે બાબતે ઉતાવળ અને વધુ સાહસ ન થાય તેનું ધ્યાન રાખવું. થાકની અસર થોડી વધુ રહે, તેવું બની શકે છે. પારિવારિક કે વ્યવસાય બાબતની વાતચીત કરવામાં કાળજી રાખવી.
કુંભ રાશિ :
ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, જેમાં ધીરજની જરૂર કહી શકાય. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો સૌમ્યતા રાખવી અને ઉશ્કેરાટ ન થાય તેનું ધ્યાન રાખવું. તમને લોકો ને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે.
મીન રાશિ :
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો, તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન મન ધન થી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે, ઉત્સાહ સારો જળવાઈ રહે, પણ ક્યાંય ઉત્સાહનો અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવું.