બીજા નોરતે મંગળનું રાહુના નક્ષત્રમાં ગોચર, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
Mangal Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મંગળ સમયાંતરે નક્ષત્ર પરિવર્તન કરે છે. મંગળની ચાલ દરેક ગ્રહોને અસર કરે છે. આવતી કાલ એટલે કે 23 સપ્ટેમ્બરે મંગળ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. હાલમાં મંગળ ચિત્રા નક્ષત્રમાં બિરાજમાન છે. પંચાંગ પ્રમાણે 23 સપ્ટેમ્બર 2025ના રોજ સ્વાતી નક્ષત્રમાં રાત્રે 9.08 વાગ્યા સુધી મંગળનું નક્ષત્ર ગોચર થશે. સ્વાતી નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. આ નક્ષત્રમાં રાહુ ગ્રહ 13 ઓક્ટોબર સુધી રહેશે. મંગળનું આ ગોચર રાહુના નક્ષત્રમાં થવાથી કેટલીક રાશિઓ માટે લક્કી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: તમને ખબર છે કે ભારત સિવાય કયા કયા દેશોમાં રાવણ દહન થાય છે.... જોઈ લો યાદી
આવતીકાલથી શરુ થશે 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
વૃષભ રાશિ
વૃષભ રાશિ માટે મંગળનું ગોચર રાહુના નક્ષત્રમાં થવાથી ખૂબ લાભદાયી સાબિત થશે. છેલ્લા કેટલાક સમયથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. આ સમયગાળા દરમિયાન જાતકોને નોકરીમાં સફળતા મળી શકે છે. મિત્રોનો સહયોગ મળી શકે છે. લગ્નજીવનમાં સુખ શાંતિ અને પ્રેમ મળી શકે છે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. વૃષભ રાશિ માટે આ મંગળની આ ચાલ શુભ રહેશે.
કર્ક રાશિ
મંગળનું ગોચર રાહુના નક્ષત્રમાં થવાથી કર્ક રાશિના જાતકો માટે પણ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. નાણાકીય સ્થિતિ સ્થિર થઈ શકે છે. વેપારી વર્ગ માટે આ સમયગાળો ખૂબ સારો નફો આપનારો રહી શકે છે. વ્યવસાયમાં કોઈ મોટો નફો મળી શકે છે. પરિવારમાં શાંતિનો માહોલ રહેશે. નોકરી અંગે કોઈ નવી ઓફર પણ મળી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર રાહુના નક્ષત્રમાં થવાથી શુભ માનવામાં આવે છે. પરિવાર અને મિત્રો સાથે તમારા સંબંધો મજબૂત બનશે. કરિયર સાથે જોડાયેલા નિર્ણયો સમજી વિચારીને કરવા હિતકારી રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળી રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે, તેમજ તમારી વાણી પર સંયમ રાખવો હિતાવહ છે.