Navpancham Rajyog 2026: વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહને ઉર્જા, સાહસ અને પરાક્રમના પ્રતીક માનવામાં આવે છે, જ્યારે બીજી તરફ ગુરુ ગ્રહને જ્ઞાન, ભાગ્ય અને વિસ્તારનો કારક માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહો ખાસ કોણ (લગભગ 120 ડિગ્રી) પર આવે છે, ત્યારે નવપંચમ રાજયોગ બને છે. દ્રિક પંચાગ પ્રમાણે માર્ચના અંતમાં ગુરુ અને મંગળ આમને-સામને આવીને નવપંચમ રાજયોગનું નિર્માણ કરશે. જેની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમય વધુ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે ગ્રહ એક-બીજા સાથે અનૂકુળ સ્થિતિમાં હોય છે, તો વ્યક્તિના જીવનમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને પ્રગતિની તક વધી જાય છે. આ દરમિયાન યોગ્ય યોજના અને મહેનતથી સારા પરિણામ હાંસલ કરી શકાય છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ યોગ સર્જનાત્મકતા અને વિચારવાની ક્ષમતાને મજબૂત બનાવી શકે છે. કાર્યક્ષેત્ર પર તમને નવા આઈડિયા અપનાવવાની તક મળશે, જેનાથી તમે બીજા કરતા આગળ નીકળી શકો છો. તમને અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે અને નવી જવાબદારીઓ પણ મળી શકે છે. શિક્ષણ, આઈટી, કલા અથવા શેર માર્કેટ સાથે સંકળાયેલા જાતકો માટે આ સમય ખૂબ સારો રહી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો દેખાશે. સંબંધોમાં પણ સંતુલન જળવાઈ રહેશે.
ધન રાશિ
ધનુ રાશિના જાતકો માટે આ સમય તમારી મહેનતનું ફળ આપનારો સાબિત થઈ શકે છે. તમારી વાતચીત અને સંપર્ક તમને આગળ વધવામાં મદદ કરશે. તમને નોકરીમાં સારું પ્રદર્શન કરવાની તક મળશે, જેનાથી અધિકારીઓની નજરમાં તમારી છબી મજબૂત થશે. બિઝનેસ કરતા જાતકોને માટે નવા પ્રયોગો અને યોજનાઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન યાત્રા પણ થઈ શકે છે, જે ભવિષ્યમાં લાભ આપશે. પરિવાર અને સંબંધોમાં તાલમેલ જળવાઈ રહેશે. આત્મવિશ્વાસ પણ વધશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ યોગ આત્મવિશ્વાસ અને ઉર્જામાં વધારો લઈને આવશે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. લીડરશિપ ક્વોલિટી પણ મજબૂત થશે. પ્રમોશન અથવા નવી ભૂમિકા મળવાની શક્યતા છે. બિઝનેસમાં નવી ટેકનોલોજી અથવા આઈડિયા તમને લાભ આપી શકે છે. લવ લાઈફમાં પણ સુધારો થશે, પરંતુ બિનજરૂરી અહંકાર ટાળવો જરૂરી છે. વિદ્યાર્થીઓને પણ સકારાત્મક પરિણામો મળી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય કરતાં સારું રહી શકે છે.


