Get The App

આજે દુર્લભ સંયોગ : રેવતી નક્ષત્રમાં મંગળનો થશે પ્રવેશ, આ રાશિના જાતકો થશે માલામાલ!

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
આજે દુર્લભ સંયોગ : રેવતી નક્ષત્રમાં મંગળનો થશે પ્રવેશ, આ રાશિના જાતકો થશે માલામાલ! 1 - image

Mangal Nakshatra Parivartan 2026: જ્યોતિષશાસ્ત્રમાં મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહને ઉર્જા, હિંમત, સંપત્તિ અને ભાઈ-બહેનોનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ મંગળ પોતાની સ્થિતિ બદલે છે, ત્યારે તેની સીધી અસર વ્યક્તિના કરિયર, આત્મવિશ્વાસ અને નિર્ણયો પર જોવા મળે છે. દ્રિક પંચાંગ પ્રમાણે આ વખતે 24 એપ્રિલ, 2026ના રોજ એટલે કે આજે મંગળ ગ્રહ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને 11 મે સુધી ત્યાં જ રહેશે. બીજી તરફ બુધ પણ રેવતી નક્ષત્રમાં જ હાજર છે, જેનાથી મંગળ સાથે યુતિ બનશે. જ્યોતિષીઓના મતે મંગળનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ કે મંગળના નક્ષત્ર પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે.

આ રાશિના જાતકો થશે માલામાલ

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત રહી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ હવે ગતિ પકડી શકે છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. બિઝનેસ કરતા જાતકોને પણ સારી તકો મળી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ ગોચર આર્થિક રીતે મજબૂત બનાવનારું રહેશે. બિઝનેસમાં સારો નફો મળવાના યોગ છે. નોકરી કરનારા જાતકો માટે પણ પ્રગતિનો સંકેત છે. ખાસ કરીને જે લોકો મીડિયા, સેલ્સ અથવા કમ્યુનિકેશન ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમને આ સમય દરમિયાન સારો ફાયદો મળી શકે છે. તમારી આવકમાં પણ વધારો થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય શુભ માનવામાં આવી રહ્યો છે. તમારા કામની પ્રશંસા થશે અને તમારી સામાજિક સ્થિતિ મજબૂત થશે. સરકારી નોકરી કરતા જાતકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. યાત્રાથી પણ લાભ મળવાની શક્યતા છે. એકંદરે આ સમય તમારા આત્મવિશ્વાસમાં વધારો કરનારો રહેશે.

આ પણ વાંચો: વિરમગામ-નળ સરોવર હાઇવે પર બેફામ પીકઅપની ટક્કરે એક જ પરિવારના 3 લોકોના મોત

મંગળને મજબૂત કરવાના સરળ ઉપાય

- દરરોજ ઓછામાં ઓછા 108 વખત મંગળ મંત્રનો જાપ કરો.

- મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

- જરૂરિયાતમંદોને લાલ મસૂરની દાળ અથવા લાલ વસ્ત્રોનું દાન કરો.