Makar Sankranti 2026 Rashifal: સૂર્ય દેવ દરેક મહિને રાશિ પરિવર્તન કરે છે, સૂર્યનું કોઈ પણ રાશિ વિશેષમાં ભ્રમણ કરવું સંક્રાતિ કહેવામાં આવે છે, વર્ષમાં 12 સંક્રાતિ થાય છે જેમાંથી 2 વધારે શુભ માનવામાં આવે છે. પહેલી મકર સંક્રાતિ અને બીજી કર્ક સંક્રાતિ, આજે સૂર્ય રાત્રે 9 વાગ્યે અને 35 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ આવનાર ત્રણ મહિના સુધી એટલે કે 15 એપ્રિલ સુધી જોવા મળશે. ત્યારે જોઈએ સૂર્ય ગોચરનો શુભ પ્રભાવ કઈ કઈ રાશિઓનું નસીબ ચમકાવશે?
મેષ રાશિ
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ મેષ જાતકો માટે શુભ મનાય છે, કરિયરમાં લાભ, સફળતા અને ઉન્નતિના સંકેત મળશે, આરોગ્યને લગતી તકલીફો દૂર થઈ શકે છે. આજે મેષ રાશિવાળાઓએ કોઈ ગરીબ વ્યક્તિને તલ અને ગોળનું દાન કરવું જોઈએ
વૃષભ રાશિ
સૂર્ય ગોચરથી વૃષભ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધે વધુ સતર્ક રહેવું પડશે, શરીર પર સોજા, હાંકડાને લગતી તકલીફો, પેટની તકલીફો અને ઈજાઓ થવાની સંભવાના છે, મુસાફરીમાં ખાસ સાવધાની જરૂરી છે. આજે કાળા અડદની દાળનું દાન કરવું શુભ રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને આવનાર એક મહિનામાં દુર્ઘટના, વિવાદ, માનસિક તણાવનો સામનો કરવો પડશે, રૂપિયા અને દેવાથી જોડાયેલા મામલે વધુ સતર્ક રહેવું પડે, કોઈ પણ જરૂરિયાતમંદને નવા ચોખા અને દેશી ઘીનું દાન કરવું
કર્ક રાશિ
આ સમય તમારા માટે ખૂબ ભારે રહેશે, લગ્ન જીવનમાં તણાવ, ભાગીદારીમાં નુકસાન, તેમજ કરિયરથી જોડાયેલા નિર્ણય જોખમી રહેશે. ચોખા અને કાળી અડદની દાળ(ખિચડીની સામગ્રી)નું દાન કરવું.
સિંહ રાશિ
સૂર્યની મકર રાશિમાં સંક્રાતિ સિંહ રાશિના જાતકોના પક્ષ છે, દુશ્મન પર વિજય, સ્વાસ્થ્ય અને આર્થિક મામલાઓમાં સુધારાના સંકેત, તણાવભરી જિંદગીમાં રાહત મળશે. ગરીબ માણસને વસ્ત્ર અથવા તો ધાબળાનું દાન કરવું શુભ ગણાશે
કન્યા રાશિ
કન્યા રાશિવાળાને સંતાન અને સ્વાસ્થ્યની ચિંતાઓ ઘેરી શકે છે, ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જરૂરી, પારિવારિક વિવાદ ઊભા થઈ શકે છે. સ્નાન, ધ્યાન બાદ કાળી અડદનું દાન કરવું
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે સૂર્ય ગોચર ખૂબ જ અશુભ રહેશે. આ દરમિયાન આરોગ્યની તકલીફોનો આવી પડશે, સંપત્તિના મામલે દખલગીરીઓ આવશે, પડોશી સાથે વિવાદની સંભાવના, શાંત રહેશે તે ફાવશે. કાળા રંગનો ધાબળો અથવા ઉનનું વસ્ત્રનું દાન કરવું
વૃશ્ચિક રાશિ
આ સમય વૃશ્ચિક રાશિવાળા માટે ખૂબ મહત્વનો સાબિત થશે, નવા કામની શરૂઆત કરી શકો છો, કરિયરમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ, ધાર્મિક ગતિવિધિઓમાં રુચિ વધશે, તલ અને ગોળનું દાન કરવું જરૂરી.
ધન રાશિ
સૂર્ય ગોચરની ધન રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં ખાસ કરીને આંખોનું ખાસ ધ્યાન રાખવું પડશે, ગુસ્સા પર કાબૂ જરૂરી, કરિયરથી જોડાયેલા મોટા નિર્ણયો હાલ પૂરતા ટાળો, કાળો ધાબળો, ચોખા અને કાળી અડદનું દાન શુભ.
મકર રાશિ
જે રાશિમાં સૂર્ય ગોચર કરશે તે રાશિના જાતકોનો હવે કઠિન સમય શરૂ થશે. દુર્ઘટના અને વિવાદથી સાવધાન રહેવું જરૂરી, મકાન તેમજ શિફ્ટિંગથી જોડાયેલા મોટા નિર્ણયો આવનાર બે મહિના સુધી ટાળી જ દેવા, ચોખા, કાળી અડદ અને દેશી ઘીનું દાન કરવું
કુંભ રાશિ
સૂર્યનું ગોચર કુંભ રાશિવાળા માટે સારું રહેશે. નવી નોકરી લાગવાની સંભાવના, જો કે આંખ, કાન, નાક અને ગળાથી જોડાયેલી તકલીફોનો સામનો કરવો પડી શકે, મુસાફરીમાં સાવધાન રહેવું, તલ અને ગોળનું દાન કરવું શુભ.
મીન રાશિ
આ સમય મીન રાશિવાળા માટે અનુકૂળ રહેશે. રોકાયેલા કામ પૂર્ણ થશે, બઢતી અને કરિયરમાં મોટી તક સાંપડી શકે છે, કોઈ નિર્ધન વ્યક્તિને ધાબળા કે વસ્ત્રનું દાન કરવું શુભકારી.


